'વાર્તા રે વાર્તા'ની આપણી શ્રેણીમાં આજે સાંભળીશું લેખક શ્રી કિરીટ દૂધાતની વાર્તા 'ભૂત'. સાહિત્ય પ્રેમને લીધે સરકારી નોકરીમાંથી વહેલી નિવૃત્તિ લઇ એમનાં સર્જનને જ પ્રવૃત્તિ બનાવનાર કિરીટ દૂધાતને એમના વાર્તાસંગ્રહો માટે અનેક સન્માનો મળ્યાં છે. વાર્તા 'ભૂત' એમાંની જ એક નોખી તરી આવતી વિજેતા કૃતિ છે. એમનું આ ભૂત એ ચીલાચાલુ ભૂત નથી..તો શું હશે..! એ માટે સાંભળો આ વાર્તા લેખકના પોતાના અવાજમાં.