ઓસ્ટ્રેલિયન સરકારે સોશિયલ મીડિયા એપ્લિકેશન WhatsApp ના માધ્યમથી ઓસ્ટ્રેલિયન્સને કોરોનાવાઇરસ વિશે સત્તાવાર માહિતી મળી રહે તે માટે સર્વિસ શરૂ કરી છે.
સર્વિસનો લાભ કેવી રીતે લઇ શકાય
ઓસ્ટ્રેલિયન સરકારના સત્તાવાર WhatsApp નંબર +61 400253787 પર “Hi” મેસેજ લખીને મોકલ્યા બાદ તરત જ એક મેસેજ આવે છે જેમાં વિવિધ પ્રકારના મેનુ દેખાય છે. ત્યાર બાદ જે – તે માહિતી મેળવવા માટે તે નંબર ટાઇપ કરવાથી તે વિષય અંગે તાજા સમાચાર મળી રહે છે.
Australian government starts WhatsApp service Source: SBS Gujarati
વિવિધ પ્રકારની માહિતી
- તાજા સમાચાર
- તાજા આંકડા
- લક્ષણોની ચકાસણી
- તમારી જાત અને બીજાને સુરક્ષિત રાખવાની માહિતી
- વેપાર – ઉદ્યોગો માટે માહિતી
- ટ્રાવેલ અંગેની સલાહ
- રાજ્યો અને ટેરીટરીની સલાહ
Australian government starts WhatsApp service Source: SBS Gujarati
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કેસ
ઓસ્ટ્રેલિયામાં હાલમાં 29મી માર્ચ 2020ના સવારના 6 વાગ્યા સુધીમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા 3809 હતી. જેમાં છેલ્લા 24 કલાકમાં 431 કેસ નોંધાયા હતા. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં સૌથી વધારે 1791 કેસ નોંધાયા છે.
17મી માર્ચ મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.
જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.