ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્સી: વર્ષ 2022-23માં રાજ્યોને મળેલી બેઠકો, પસંદ થયેલા ઉમેદવારોની સંખ્યા વિશે જાણો

રાજ્ય અને ટેરીટરી વર્ષ 2022-23 માટે તેમને ફાળવવામાં આવેલી સ્કીલ્ડ વિસાની સંખ્યાથી ઘણા પાછળ છે. વર્તમાન નાણાકિય વર્ષના પ્રથમ 6 મહિના સમાપ્ત થયા બાદ રાજ્ય તથા ટેરીટરીએ સબક્લાસ 491 તથા સબક્લાસ 190 માટે કેટલા ઉમેદવારોને પસંદ કર્યા તેના વિશે માહિતી મેળવીએ.

Australian surfboards

Australian immigration: State-wise update on skilled migration visa nomination programs for 2022-23. Source: Flickr / Flickr/Les Haines/CC BY 2.0

રાજ્યો અને ટેરીટરી પ્રમાણે સ્કીલ્ડ માઇગ્રેશન વિસા કાર્યક્રમ પર એક નજર...

ન્યૂ સાઉથ વેલ્સ

1લી જુલાઇ 2022થી 31મી ડિસેમ્બર 2022 સુધીમાં સ્કીલ્ડ વર્ક રીજનલ વિસા (સબક્લાસ 491) માટે ફક્ત 871 ઉમેદવારોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. જ્યારે આ સબક્લાસ માટે રાજ્યને 6168 બેઠકો ફાળવવામાં આવી છે.

સબક્લાસ 190 માટે રાજ્ય સરકારે 2375 ઉમેદવારોને પસંદ કર્યા છે. જે તેમને ફાળવવામાં આવેલી કુલ સંખ્યા કરતા 6700 જેટલા ઓછા છે.

visa
Source: SBS

ડીપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશનના ભૂતપૂર્વ ડેપ્યુટી સેક્રેટરી અબુલ રીઝવીએ SBS Punjabi ને જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકિય વર્ષ સમાપ્ત થાય તે અગાઉ રાજ્ય અને ટેરીટરીએ તેમને ફાળવવામાં આવેલી બેઠકો ભરવા વધુ ઉમેદવારોને વિસા માટે આમંત્રિત કરવા પડશે.

તેમણે ઉમેર્યું હતું કે, મોટાભાગના રાજ્યો અને ટેરીટરી ડિસેમ્બર 2022ના અંત સુધીમાં ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયામાં ઘણા પાછળ હતા. તેણે જાન્યુઆરીથી જૂન 2023 દરમિયાન વધુ વિસા ફાળવવા પડશે.

વિક્ટોરીયા

વિક્ટોરીયાએ 1 જુલાઇ 2022થી 31 ડિસેમ્બર 2022 દરમિયાન સબક્લાસ 491 માટે 1082 ઉમેદવાર તથા સબક્લાસ 190 માટે 4105 ઉમેદવારોને પસંદ કર્યા છે.

વિક્ટોરીયા રાજ્યની સકારે તેના સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં વધુ વ્યવસાયોનો ઉમેરો કર્યો છે. જેથી વધુ સંખ્યામાં ઉમેદવારોને આમંત્રિત કરી શકાય.

સાઉથ ઓસ્ટ્રેલિયા

સાઉથ ઓસ્ટ્રેલિયાએ સબક્લાસ 491 અંતર્ગત કુલ 2846 આમંત્રણ આપ્યા છે જ્યારે આગામી છ મહિના માટે તેની પાસે હજી 2452 બેઠક ઉપલબ્ધ છે. ફક્ત સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્ય જ ફાળવવામાં આવેલી બેઠકો પ્રમાણે ઉમેદવારોને આમંત્રણ આપવામાં સફળ રહ્યું છે.

1 જુલાઇ 2022થી 31 ડિસેમ્બર 2022 સુધી રાજ્ય સરકારે 190 વિસા સબક્લાસ માટે કુલ 1512 ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.

sk table.jpg
The number of invitations issued by state and territory governments from 1 July 2022 to 31 December 2022. Credit: Department of Home Affairs
રાજ્ય સરકારની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, આરોગ્ય ક્ષેત્ર, વિજ્ઞાન, નર્સ, શિક્ષક રક્ષાદળ સાથે સંકળાયેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

ક્વીન્સલેન્ડ

ક્વીન્સલેન્ડે 491 સબક્લાસ માટે 472 તથા સબક્લાસ 190 માટે 712 ઉમેદવારોને પસંદ કર્યા છે.

રાજ્ય સરકારે સપ્ટેમ્બર 2022માં એક નવો નિયમ દાખલ કર્યો હતો. જે અંતર્ગત, જો સ્કીલ્ડ વિસા માટે આમંત્રણ મેળે તો, અરજીકર્તાએ તેમના અંગ્રેજી ભાષાના જ્ઞાનની સાબિતી આપવા માટે તેનું પરિણામ વેબસાઇટ પર અપલોડ કરવું પડશે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ તેને ફાળવવામાં આવેલી બેઠકોમાંથી છેલ્લા 6 મહિનામાં સબક્લાસ 491 માટે 420 તથા સબક્લાસ 190 માટે 830 આમંત્રણ પાઠવ્યા છે.

રાજ્ય સરકારે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેમણે સ્ટેટ નોમિનેશન માઇગ્રેશન કાર્યક્રમ અંતર્ગત ઘણી મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થઇ છે.

Having the right sized system for your home will save you energy and money
Having the right sized system for your home will save you energy and money Source: Getty / Getty Images/Visoot Uthairam
તાસ્મેનિયા

તાસ્મેનિયાએ 31મી ડિસેમ્બર 2022 સુધીમાં સબક્લાસ 491 માટે 565 ઉમેદવારોને તથા 190 વિસા સબક્લાસ માટે 931 ઉમેદવારો પસંદ કર્યા હતા.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી પણ તેને પ્રાપ્ત થયેલી બેઠકો ભરવામાં પાછળ છે. છેલ્લા છ મહિનામાં ટેરીટરીએ સબક્લાસ 491 માટે 855 તથા 190 માટે 411 ઉમેદવારોને પસંદ કર્યા છે.

નોધર્ન ટેરીટરી

1 જુલાઇ 2022થી 31મી ડિસેમ્બર 2022 સુધીમાં નોધર્ન ટેરીટરી સરકારે સ્કીલ્ડ વર્ક રીજનલ (સબક્લાસ 491) માટે ફક્ત 297 ઉમેદવારોને આમંત્રિત કર્યા છે જ્યારે સબક્લાસ 190 માટે 298 ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: 
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 13 February 2023 3:11pm
Updated 14 February 2023 10:45am
By Avneet Arora
Presented by Vatsal Patel
Source: SBS

Share this with family and friends