યુવા માઇગ્રન્ટ્સને પ્રોત્સાહિત કરતા પુરસ્કાર

સિડનીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયામાં સમાજના વિવિધ ક્ષેત્રે કાર્યરત યુવાનોને એવોર્ડ દ્વારા બિરદાવવામાં આવ્યા.

Award winners

Award winners Source: Supplied

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ભારતીય સમાજ પ્રત્યે પોતાની સામાજિક જવાબદારી અદા કરનારા યુવા પ્રોફેશનલ્સને ઇન્ડિયન સપોર્ટ સેન્ટર દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સેન્ટરના પ્રવક્તા ડો. સરયુ રાવના જણાવ્યા પ્રમાણે, "બે દશક અગાઉ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા માઇગ્રન્ટ્સની જવાબદારી છે કે તેઓ વર્તમાન સમયમાં માઇગ્રેટ થતા યુવાનોની પ્રતિભા તથા જ્ઞાનને પ્રોત્સાહિત કરે."

"બે દશક અગાઉ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થનારા માઇગ્રન્ટ્સ કરતાં અત્યારે સ્થાયી થઇ રહેલા લોકો અલગ પ્રકારના પડકારનો સામનો કરી રહ્યા છે.  અને નવા દેશમાં સ્થાયી થવામાં સંઘર્ષ કરી રહ્યા હોય છે ત્યારે તેઓ સ્વયંસેવક તરીકે સેવાઓ આપવા સમય કાઢી શકતા નથી."
"તેમના સમાજ પ્રત્યેના કાર્યને બિરદાવવાથી વર્તમાન સ્વયંસેવકોમાં એક સકારાત્મક અભિગમ ઉદભવશે તથા નવા માઇગ્રન્ટ્સ પણ સમાજમાં પોતાની સેવા આપવા માટે પ્રેરિત થશે", તેમ તેમણે ઉમેર્યું હતું.
ઇન્ડિયન સપોર્ટ સેન્ટરના એવોર્ડની જાહેરાત તેમના ફેસબુક તથા વોટ્સએપ માધ્યમ દ્વારા કરવામાં આવી હતી અને તેમાં ભારતીય ઉપમહાદ્વીપના લોકો પાસેથી તેમની વ્યવસાયિક ઉપલબ્ધિઓ સાથેની અરજીઓ ઇ-મેઇલ દ્વારા મંગાવાઇ હતી. ઇન્ડિયન સપોર્ટ સેન્ટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તમામ અરજીઓની સમીક્ષા કરી અને ત્યાર બાદ 4 વિજેતા નક્કી કર્યા હતા.

એવોર્ડ્સ વિજેતાઓની યાદી તથા તેમનું સમાજ પ્રત્યેનું યોગદાન

અક્ષય ગુપ્તા, જ્યોતિશ શાસ્ત્રચર્યા, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ એસ્ટ્રોલોજી સોસાયટી

Young professionals were awarded for their service to the Indian community in Australia
Young professionals were awarded for their service to the Indian community in Australia Source: Supplied

મિસ પલક ગુપ્તા, મિસ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ગ્લોબલ 2018

પલક આજના યુવાનોને પોતાના શારીરિક દેખાવ પ્રત્યે આદરપૂર્વક અભિગમ ધરાવવાનો સંદેશો આપે છે. બાહ્ય સુંદરતા કરતા પોષણ, તંદુરસ્તી અને સ્વસ્થતા પર ધ્યાન આપવાની સલાહ આપે છે.  તથા, તે સફળતાનો શ્રેય પોતાની માતાને આપતા જણાવે છે કે જો તમે પોતાની તમામ શક્તિઓ લક્ષ્યાંક હાંસલ કરવામાં લગાવી દો તો તમને સફળતા મળે જ છે.
Young professionals were awarded for their service to the Indian community in Australia
Young professionals were awarded in a function held at Sydney for their service to the Indian community in Australia Source: Supplied

મિસ દક્ષા ચૌહાણ – શેફથી સુધારાત્મક સેવાઓ સુધીની સફર

દક્ષા ચૌહાણે 25 વર્ષથી વધુ સમય સુધી આતિથ્ય ઉદ્યોગ (હોસ્પિટાલિટી) અને કેદીઓને સુધારણાગૃહોમાં ટ્રેનિંગ આપવામાં પસાર કર્યો છે. દક્ષા જણાવે છે કે જો આપણે તેમને (કેદીઓ) ને તેમનું જીવન સુધારવા માટે મદદ કરીએ અને આશાનું એક કિરણ ફૂંકીએ તો તેના દ્વારા મળતા પરિણામથી આપણને સંતોષ અને સિદ્ધિ મેળવ્યાનો અહેસાસ થાય છે.

મોટાભાગના કેદીઓ અમારી સેવાના આભારી છે. તેઓ યોગ્ય શિક્ષણ મેળવીને જીવનમાં સફળ થવાની મહત્વકાંક્ષા ધરાવે છે તે જોઇને મને પણ તેમની “સેવા” કરવાની પ્રેરણા મળે છે.

હરિતા મહેતા – SBS ની હિન્દી તથા ગુજરાતી ભાષાના પ્રોડ્યુસર

તેમણે ઘરેલું હિંસ્સાનો ભોગ બનેલા લોકોના દર્દને સમાજ સામે પ્રસ્તુત કરવાની પહેલ કરી. હરિતા જણાવે છે કે તેઓ ઘરેલું હિંસાના અત્યાચારનો ભોગ બનેલી એનઆરઆઇ (NRI ) સ્ત્રીઓની મુખ્યધારાના મીડિયામાં પ્રકાશિત ન થતી હોય તેવી ઘટનાઓને પ્રસ્તુત કરીને જીવન સુધારવા માટે મદદ કરે છે.
Harita Mehta (2nd left) received an award for her contribution to covering domestic violence stories.
Harita Mehta (2nd left) received an award for her contribution to covering domestic violence stories. Source: Supplied
તમામ એવોર્ડ વિજેતાઓને 27મી ઓક્ટોબર 2018ના રોજ સિડનીના ગ્રેન્વિલ ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડો. રાવે જણાવ્યું હતું કે હાલમાં સામાજીક કાર્યોમાં પોતાની સેવાઓ આપનારા સ્વયંસેવકોની અછત છે. છેલ્લા અમુક વર્ષોમાં નવા સ્થાયી થયેલા માઇગ્રન્ટ્સની જરૂરિયાત બદલાઇ છે પરંતુ, ઓછા સ્ત્રોત હોવાથી આપણે તેમને યોગ્ય મદદ કરી શકતા નથી.

તેથી, આપણે નવા સ્થાયી થયેલા માઇગ્રન્ટ્સે સમાજ પ્રત્યે નિભાવેલી જવાબદારીને બિરદાવી તેમને સન્માનિત કરવાની જરૂર છે જેથી વધુમાં વધુ લોકો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ભારતીય સમુદાય સાથે જોડાઇને સ્વયંસેવક તરીકે પોતાની સેવાઓ આપી શકે.

Share
Published 19 February 2019 2:18pm
Updated 21 February 2019 12:16pm
By Vatsal Patel


Share this with family and friends