સિડનીને પાછળ રાખીને મેલ્બર્ન ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું શહેર બન્યું છે.
અગાઉ વર્ષ 1902માં સિડનીએ મેલ્બર્નને પાછળ રાખીને ઓસ્ટ્રેલિયાના મોટા શહેર તરીકે સ્થાન મેળવ્યું હતું પરંતુ 100થી પણ વધુ વર્ષ બાદ મેલ્બર્નને ફરીથી દેશના સૌથી મોટા શહેરની યાદીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
બ્યુરો ઓફ સ્ટેટીસ્ટીક્સે કેટલીક પદ્ધતિઓ દ્વારા શહેરની વસ્તીની ગણતરી કરી છે. જેમાં સિગ્નિફીકન્ટ અર્બન એરિયા ક્લાસીફિકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં 10,000થી વધુ વસ્તી ધરાવતા તમામ શહેરી વિસ્તારની ગણતરી કરાય છે.
મળતી માહિતી પ્રમાણે, છેલ્લા 10 વર્ષમાં શહેરના પશ્ચિમ બાજુના બહારના વિસ્તારોમાં વસ્તીમાં 60 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.
શહેરની સરહદો ફરીથી નક્કી થઇ છે અને મેલ્ટન વિસ્તારનો મેલ્બર્નમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ તરફથી એન્ડ્રયુ હોવે જણાવ્યું હતું કે, મેલ્ટનનો શહેરમાં સમાવેશ કરવાનો મોટો ફેરફાર નોંધાયો છે.
મેલ્બર્નની વસ્તી 5.8 મિલિયન સુધી પહોંચી છે.
Flinders staion across Federation Square Source: SBS
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સરકારની સેન્ટર ફોર પોપ્યુલેશને જાન્યુઆરી મહિનામાં આગાહી કરી હતી કે મેલ્બર્ન દશકના અંત સુધીમાં વસ્તીના મામલામાં દેશના સૌથી મોટા શહેર તરીકે સિડનીને પાછળ રાખી પ્રથમ સ્થાન મેળવશે.
કોવિડ-19 મહામારી અગાઉ વિક્ટોરીયાની રાજધાની મેલ્બર્ન વર્ષ 2026 સુધીમાં સિડનીને પાછળ રાખી શકે છે તેવી શક્યતા પ્રવર્તી રહી હતી પરંતુ શહેરમાં સૌથી લાંબા સમય સુધી લોકડાઉન લાગૂ કરવાના પગલે વસ્તીમાં 1.6 ટકા સુધી ઘટાડો નોંધાયો હતો.
અને, તે લક્ષ્યાંક વર્ષ 2031-32માં પાર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
વર્ષ 2032-2033 સુધીમાં, સિડનીની વસ્તી 6.06 મિલિયન સુધી પહોંચી શકે છે. મેલ્બર્નની વસ્તી 6.1 મિલિયન સુધી પહોંચે તેવી શક્યતા છે.
હાલમાં ન્યૂ સાઉથ વેલ્સ દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય તરીકે પ્રથમ ક્રમે છે. વર્ષ 2032-33 સુધીમાં રાજ્યની વસ્તી 9.1 મિલિયન થશે જ્યારે વિક્ટોરીયાની વસ્તી 7.8 મિલિયન સુધી પહોંચે તેવું અનુમાન છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.