આ મહીને અમલમાં આવેલા નવા માર્ગ સલામતીના નિયમો હેઠળ વિક્ટોરિયામાં વિદેશી વિદ્યાર્થીઓ અને જેમની પાસે હજી પર્મનન્ટ રેસીડન્સી નથી તેવા તમામ અસ્થાયી વિઝા ધારકો છ મહિનાની અંદર સ્થાનિક ડ્રાઇવર લાઇસન્સ નહીં મેળવે તો તેમના વિદેશી લાઇસન્સનો ઉપયોગ કરી વાહન નહિ ચલાવી શકે.
પહેલી નવેમ્બરથી અમલમાં આવેલા નવા ડ્રાઇવિંગ કાયદા મુજબ વિક્ટોરિયા રાજ્યમાં વાહન ચલાવવું હોય તો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત તમામ વિઝા ધારકોએ ફરજીયાત છ મહિનાની અંદર વિક્ટોરિયન ડ્રાઈવર લાઇસન્સ મેળવી લેવું પડશે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત તમામ વિઝા ધારકોએ ફરજીયાત છ મહિનાની અંદર વિક્ટોરિયન ડ્રાઈવર લાઇસન્સ મેળવી લેવું પડશે.
ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યોમાંથી વિક્ટોરિયા આવતા લોકો માટે પણ વિક્ટોરિયામાં રહેવાનું શરૂ કરે તેના છ મહિનાની અંદર, તેમના લાઇસન્સને સ્થાનિક લાઇસન્સમાં બદલવું પડશે.
હાલમાં, અસ્થાયી વિઝા ધારકો પર્મનન્ટ રેસીડન્સી ન મળે ત્યાં સુધી તેમના વિદેશી લાઇસન્સ પર ડ્રાઇવ કરી શકે છે તો જેને PR મળી ગયું છે તેમની પાસે પણ ઓસ્ટ્રેલિયા આવ્યા પછી છ મહિનાનો સમય હોય છે ત્યાર બાદ સ્થાનિક ડ્રાઇવર્સ લાઇસન્સ ફરજીયાત બને છે.
અસ્થાયી વિઝા ધારકો કે જે અગાઉથી વિક્ટોરિયામાં રહેતા હોય છે અને હજી સુધી વિક્ટોરિયાનું લાઇસન્સ ના લીધું હોય તેમને સ્થાનિક લાઇસન્સ મેળવવા ૨૯મી ઓક્ટોબર થી છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
અન્ય રાજ્યોમાંથી વિક્ટોરિયા આવી વસેલા લોકો માટે અને ૨૬ માન્ય દેશોના ડ્રાઈવરો ને કોઈ પરીક્ષણ વિના તેમનું લાઇસન્સ વિક્ટોરિયન ડ્રાઇવિંગ લાઇસન્સમાં પરિવર્તિત કરવાની છૂટ આપવામાં આવી છે તેને માટે પણ ત્રણને બદલે છ મહિનાનો સમય રહેશે.
જે વ્યવસાયોમાં કર્મચારીઓને નોકરી અર્થે ડ્રાઇવિંગ કરવું પડે તે કિસ્સાઓમાં નોકરીદાતાઓએ ખાતરી કરવી પડશે કે તેમના કર્મચારીઓ છ મહિનાની અંદર વિક્ટોરિયાનું લાઇસન્સ મેળવી લે.
અમલમાં આવેલા અન્ય ફેરફાર છે :
- અતિશય સ્પીડમાં ગાડી ચલાવવી કે પછી દારૂ કે ડ્રગ્સના નશામાં ગાડી ચલવવા બદલ નાણાકીય દંડ થાય અને ડીમેરિટ પોઈન્ટ ભલે ના મળે પણ તેને હવે ૧૨ મહિનાના ગુડ બિહેવ્યર બોન્ડનો ભંગ ગણવામાં આવશે અને તેને પગલે લાઇસન્સ સસ્પેન્ડ કે રદ્દ થઇ શકશે.
- વિક્ટોરિયા રોડ્સ વિભાગમાં સરનામું અપડેટ ન કરાવ્યું હોય અને દંડનો પત્ર ખોટા સરનામે જાય તો વ્યક્તિ ડીમેરિટ પોઈન્ટથી બચી જાય તે નિયમ પણ હવે બદલવામાં આવ્યો છે. પત્ર તમને પહોંચે કે નહિ ડીમેરિટ પોઈન્ટ તમારા લાઇસન્સમાં પહોંચી જશે.
- વિક્ટોરિયા રોડ્સ દ્વારા મોકલાયેલા દંડના પત્ર માટે સાત દિવસ પછી મળી ગયો હોવાનું માની લેવામાં આવશે.
More stories on SBS Gujarati
ડ્રાઇવિંગ દરમિયાન પાણી પીતા 173 ડોલરનો દંડ