ક્વિન્સલેન્ડ અને ન્યૂઝીલેન્ડ માટે નવા વર્ક વિસા મંજૂર

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કેટલાક વર્ક વીઝામાં થયા ફેરફાર

Closeup on notebook over wood table background, focus on wooden blocks with letters making Work Visa text

Source: iStockphoto

વિદેશી કામદારોને ઉત્તરી ક્વિન્સલેન્ડ માટે વર્ક વિઝા મેળવવાની તક પૂરી પાડે તેવા ૭૦ વ્યવસાયો જાહેર થયા છે. 

નવા DAMA એટલે કે નિયુક્ત ક્ષેત્ર સ્થળાંતર કરાર વિદેશીઓને ઓસ્ટ્રેલિયાના આંતરિક ભાગમાં વર્ક વિઝા મેળવવા માટે પરવાનગી આપે છે.

૧૨મી સપ્ટેમ્બરથી અમલમાં આવેલ Far North Queensland DAMA વિઝા માટે અરજદાર પોતે અરજી નહીં કરી શકે, આ કેટેગરીમાં ફક્ત નોકરીદાતાઓ તેમના કર્મચારી માટે અરજી કરી શકે છે.

પાંચ વર્ષના કરારમાં પહેલા વર્ષે ૨૦૦ કર્મચારીઓને વીઝા એનાયત થશે. આ ખાલી જગ્યાઓ શિક્ષણ, આતિથ્ય અને કૃષિ ક્ષેત્રમાં છે.

આ વીઝા ઉત્તરી ક્વીન્સલેન્ડના કેસાવોરી કોસ્ટ, ધ ટેબલલેન્ડ્સ, મરીબા, કેર્ન્સ અને ડગ્લાસ શાયર વિસ્તારો માટે છે.

આ વિઝા દ્વારા દેશમાં આવનારાઓને કાયમી રેસીડેન્સી મેળવવાની તક પણ મળશે.

આ વિઝા માટે પાત્રતાની આવશ્યકતાઓ પણ સરકારે જાહેર કરી દીધી છે.

  • ઉંમર ૪૫ વર્ષથી નીચે હોવી આવશ્યક છે
  • અરજદાર પાસે આવશ્યક શૈક્ષણિક લાયકાતો અને કાર્યનો અનુભવ હોવો આવશ્યક છે
  • અંગ્રેજીની પરીક્ષા IELTS માં ઓછામાં ઓછા છ બેન્ડ્સ મેળવ્યા હોવા જોઈએ.
નિયુક્ત ક્ષેત્રના પ્રતિનિધિ (ડીએઆર)ની પરવાનગી ધરાવતી કંપની કે નોકરી દાતા જ આ વીઝા કેટેગરીમાં તેમના કર્મચારીને સ્પોન્સર કરી શકે છે.

અંતરિયાળ વિસ્તારોમાં સ્થળાંતરને પ્રોત્સાહન આપવા સરકારે તાજેતરમાં નવા વિઝાની પણ જાહેરાત કરી હતી. તેના ભાગ રૂપે, DAMA કરાર ગયા વર્ષે નોર્ધર્ન ટેરેટરી અને વિક્ટોરિયાની વરનામ્બુલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યા હતા.

ન્યૂઝીલેન્ડમાં જાહેર થયેલા વર્ક વીઝાના ફેરફાર

ન્યૂઝીલેન્ડ સરકારે કામચલાઉ વિદેશી કુશળ કામદારો માટે નવા એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝા માળખાની જાહેરાત કરી છે. નવી વિઝા પ્રક્રિયા છ વિઝા વર્ગોને બદલશે અને ઓછા વેતન મેળવતા કામદારોને તેમના પરિવારોને ન્યૂઝીલેન્ડ લાવવાની પણ મંજૂરી આપશે.

ન્યૂઝીલેન્ડના ઇમિગ્રેશન પ્રધાન ઇયન લી ગેલોવે કહે છે કે નવી ગોઠવણથી 30,000 વ્યવસાયોને  કુશળતાની તંગી ભરવામાં મદદ કરશે.

ઓછા પગારવાળા કામદારોને તેમના કુટુંબીઓને ન્યૂઝીલેન્ડ લાવવાની પરવાનગી આપતા ફેરફાર ૨૦૨૦માં અમલમાં આવશે.


Share
Published 19 September 2019 2:21pm
Updated 19 September 2019 2:28pm
By SBS Gujarati
Source: SBS


Share this with family and friends