ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 2 દશકમાં સ્થાયી થયેલા કુલ પર્મેનન્ટ માઇગ્રન્ટ્સમાં સૌથી વધુ લોકો ભારતીયમૂળના છે.
ત્યાર બાદ ચીનનો ક્રમ આવે છે.
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ દ્વારા આંકડા બહાર પાડવામાં આવ્યા છે.
જે અંતર્ગત, 1લી જાન્યુઆરી 2000થી 10મી ઓગસ્ટ 2021 દરમિયાન દેશમાં કુલ 3 મિલિયન પર્મેનન્ટ માઇગ્રન્ટ્સ વસવાટ કરી રહ્યા છે.
જેમાં ભારત તથા ચીનના માઇગ્રન્ટ્સ મળીને કુલ સંખ્યા 25 ટકા જેટલી છે. મતલબ કે, દર ચાર પર્મેનન્ટ માઇગ્રન્ટ્સમાંથી એક માઇગ્રન્ટ વ્યક્તિ મૂળ ભારત કે ચીનથી ઓસ્ટ્રેલિયા સ્થળાંતરિત થઇ છે.
યાદીમાં ભારત પ્રથમ તથા ચીન બીજા ક્રમે છે. ત્યાર બાદ ઇંગ્લેન્ડ, ફિલીપીન્સ તથા સાઉથ આફ્રિકાનો ક્રમ આવે છે.
યાદીના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 2 દશકમાં ભારતથી 439,700 માઇગ્રન્ટ્સ પર્મેનન્ટ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે. જેમાંથી 356,100 લોકો સ્કીલ્ડ વિસા હેઠળ તથા 81900 લોકો ફેમિલી વિસા પર ઓસ્ટ્રેલિયા સ્થળાંતરીત થયા છે.
પર્મેનન્ટ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા 3 મિલિયન લોકોનું વિસા આધારીત વર્ગીકરણ
- 17,61,000 (59% ) લોકો સ્કીલ્ડ વિસા
- 962,400 (32%) ફેમિલી વિસા
- 283,600 (9%) હ્યુમેનિટેરીયન વિસા
પર્મેનન્ટ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોનું દેશ આધારિત વર્ગીકરણ
- ભારત 439,700
- ચીન 334.900
- ઇંગ્લેન્ડ 277,500
- ફિલીપીન્સ 167,400
- સાઉથ આફ્રિકા 118,200
હ્યુમિનીટેરીયન વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં કાયમી ધોરણે વસવાટ કરતા લોકોમાં ઇરાકના નાગરિકોનો સમાવેશ થાય છે.
2 દશકમાં ઇરાકમાં જન્મેલા કુલ 62,400 લોકોએ ઓસ્ટ્રેલિયાના પર્મેનન્ટ વિસા મેળવ્યા છે ત્યાર બાદ અફઘાનિસ્તાન (30,700) તથા મ્યાનમાર (21100)નો ક્રમ આવે છે.
હાલમાં પર્મેનન્ટ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી લોકોમાંથી 58 ટકા રહેવાસીઓ પર્મેન્ટ વિસા મેળવીને ઓસ્ટ્રેલિયા સ્થળાંતરિત થયા હતા.
જ્યારે 1.3 મિલિયન લોકો પર્મેનન્ટ વિસા મેળવ્યા અગાઉ ટેમ્પરરી વિસા હેછળ ઓસ્ટ્રેલિયામાં હતા. જેમાં સ્ટુડન્ટ વિસા મુખ્ય છે.
સ્કીલ્ડ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી 64 ટકા લોકો તથા હ્યુમિનીટેરીયન વિસા હેઠળ 61 લોકો રહેવાસીએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવી છે.
નવા માઇગ્રન્ટ્સમાં સિડની, મેલ્બર્ન લોકપ્રિય શહેર
ઓસ્ટ્રેલિયામાં નવા સ્થાયી થતા માઇગ્રન્ટ્સમાંથી 56 ટકા માઇગ્રન્ટ સિડની અથવા મેલ્બર્નમાં સ્થાયી થવાનું પસંદ કરે છે.
જ્યારે ગ્રેટર પર્થ 12.1 ટકા સાથે ત્રીજા અને ત્યાર બાદ ગ્રેટર બ્રિસબેન 9.7 ટકા તથા ગ્રેટર એડિલેડ 5.6 ટકા સાથે અનુક્રમે ચોથા અને પાંચમાં ક્રમે આવે છે.
પર્મેનન્ટ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં વસતા લગભગ 13 ટકા લોકો જ મુખ્ય શહેરોની બહાર વસવાટ કરી રહ્યા છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.