ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયા રાજ્યએ 1લી નવેમ્બર 2021થી આંતરરાષ્ટ્રીય સરહદો ખોલી દીધી છે.
હવે કોવિડ-19 પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોએ સિડની તથા મેલ્બર્નમાં આંતરરાષ્ટ્રીય ઊતરાણ કર્યા બાદ હોટલ કે હોમ ક્વોરન્ટાઇન કરવાની જરૂર નથી.
આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સના માતા-પિતાનો પણ નજીકના પરિવારજનોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના માતા-પિતા પણ હવે ઓસ્ટ્રેલિયા મુસાફરી કરી શકે છે.
જોકે, ઓસ્ટ્રેલિયા મુસાફરી માટે તેમણે મુસાફરીની મંજૂરી માટે અરજી કરવી પડે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયન સરકારે નજીકના પરિવારજનોની યાદીની વ્યાખ્યામાં ફેરફાર કર્યો હતો. માતા-પિતાની વ્યાખ્યામાં જન્મ આપનારા માતા-પિતા, કાયદાકીય રીતે સ્વીકાર્ય માતા-પિતા, દત્તક તથા પતિ કે પત્નીના માતા-પિતાનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયા મુસાફરી માટે તેઓ કયા વિસા માટે અરજી કરી શકે છે તે વિશે માહિતી
માતા-પિતા કયા દેશની નાગરિકતા ધરાવે છે તે મુજબ તેઓ અલગ અલગ પ્રકારના ટૂંકાગાળાના વિસા માટે અરજી કરી શકે છે.1.
Parents overseas? Here's how to get them an Australian visa and travel exemption. Source: Pixabay - Skitterphoto
યુરોપના દેશોના નાગરિકો આ વિસા માટે અરજી કરી શકે છે. જેમાં ઓસ્ટ્રીયા, બેલ્જીયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાઇપ્રસ, ચેક રીપબ્લિક, ડેનમાર્ક, ઇસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આઇસલેન્ડ, આયર્લેન્ડ, ઇટલી, લેટ્વીયા, લિથુઆનિયા, લક્ષમબર્ગ, માલ્ટા, મોનાકો, નેધરલેન્ડ્સ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, રીપબ્લિક ઓફ સાન મારિનો, સ્લોવાક રીપબ્લિક, સ્લોવેનિયા, સ્પેન, સ્વીડન, સ્વીટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ તથા વેટીકન સિટીનો સમાવેશ થાય છે.
- કેટલો સમય રહી શકાય - 3 મહિના સુધી
- વિસાની પ્રક્રિયાનો સમય - 31 દિવસથી 4 મહિના
- ફી - મફત
આ વિસા માટે બ્રુનેઇ, કેનેડા, હોંગ કોંગ (SAR of China), જાપાન, મલેશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા તથા અમેરિકાના નાગરિકો અરજી કરી શકે છે.
- કેટલો સમય રહી શકાય - 3 મહિના સુધી
- વિસાની પ્રક્રિયાનો સમય - વિગતો પ્રાપ્ત નથી
- ફી - 20 ડોલર
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે આ વિસાની પ્રક્રિયાનો કોઇ ચોક્કસ સમય આપ્યો નથી. પરંતુ, બ્રિસબેન સ્થિત ફ્રેગોમેન ઇમિગ્રેશન સંસ્થાના રેબેક્કા બેગિયાનો જણાવે છે કે ઓસ્ટ્રેલિયન સરકારે હાલમાં કામચલાઉ ધોરણે AustralianETA એપ અમલમાં મૂકી છે. જેમાં તમારી પાસપોર્ટની વિગતો ભરી વિસા માટે અરજી કરી શકાય છે.
સામાન્ય રીતે એક કે બે દિવસમાં વિસાની અરજી અંગે નિર્ણય આપવામાં આવે છે.
તમામ દેશોના નાગરિકો (ઉપરોક્ત યાદીમાં સામેલ દેશના નાગરિકો સહિત) આ વિસા માટે અરજી કરી શકે છે.
- કેટલો સમય રહી શકાય - 12 મહિના સુધી
- વિસાની પ્રક્રિયાનો સમય - આઠથી 20 મહિના
- ફી - 145 ડોલર
આ વિસા માટે તમામ દેશોના લોકો અરજી કરી શકે છે. જો વિસા મંજૂર થાય તો 12 મહિના સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકાય છે.
વિઝીટર વિસા મેળવવા માટેની પ્રક્રિયામાં 8 મહિના જેટલો સમય લાગી શકે છે. રેબેક્કા જણાવે છે કે વિસા માટે અરજી કર્યા બાદ તરત જ મુસાફરીની મંજૂરી માટે અરજી કરવાથી વિસાની પ્રક્રિયાનો સમય ઘટાડી શકાય છે.
માતા - પિતા મુસાફરીની મંજૂરી માટે કેવી રીતે અરજી કરી શકે છે?
ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સના માતા-પિતા ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સની વેબસાઇટ પર દ્વારા અરજી કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સ અન્ય વ્યક્તિ તરફથી પણ અરજી કરી શકે છે.
અરજી કરનારી વ્યક્તિએ ઓનલાઇન એકાઉન્ટ બનાવીને તેમાં સાઇન-ઇન કરવું જરૂરી છે. ત્યાર બાદ તે ફોર્મમાં વિગતો ભરીને જે-તે દસ્તાવેજો આપવા જરૂરી છે.
1. ઓસ્ટ્રેલિયન સિટીઝન અથવા પર્મેનન્ટ રેસીડન્ટ્સની ઓળખ માટે પાસપોર્ટ, જન્મનો દાખલો, નાગરિકતાનું સર્ટિફીકેટ તથા વિસાનો આપી શકાય છે.
2. ઓસ્ટ્રેલિયાના નાગરિક અથવા પર્મેનન્ટ રેસીડન્ટ્સના માતા-પિતાની ઓળખ માટે પાસપોર્ટ, જન્મનો દાખલો અને નાગરિકતાનું સર્ટિફીકેટ આપી શકાય છે.
3. અરજીકર્તા તથા ઓસ્ટ્રેલિયાના નાગરિક અથવા પર્મેનન્ટ રેસીડન્ટ્સ વચ્ચેનો સંબંધ જન્મનો દાખલો તથા family booklets દ્વારા પ્રસ્તુત કરી શકાય છે.ભાષાકીય મદદ કેવી રીતે મેળવી શકાય?
A traveller (right) arriving on one of the first international flights is greeted by her daughter at Sydney International Airport, Monday, November 1, 2021. Source: AAP
અરજી માટે ઉપયોગમાં લેતા હોય તે દસ્તાવેજો અંગ્રેજી ભાષામાં ન હોય તો NAATI પ્રમાણિત અનુવાદકની મદદ લઇ શકાય છે.
જે-તે દેશના માન્ય અનુવાદકની મદદ મેળવી શકાય છે પરંતુ ઓસ્ટ્રેલિયા સ્થિત NAATI પ્રમાણિત અનુવાદકની મદદ મેળવવાથી ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના કેસ ઓફિસરને જે-તે અનુવાદ ભૂલરહિત તથા યોગ્ય હશે તેની ખાતરી થાય છે.
દ્વારા આ સેવા મેળવી શકાય છે. જે-તે ભાષાના માન્ય અનુવાદકને દસ્તાવેજ આપ્યા બાદ તેઓ તમને અનુવાદ સાથેના દસ્તાવેજ પરત કરશે.
માતા-પિતા ઓસ્ટ્રેલિયા ક્યારે આવી શકશે?
વિદેશી નાગરિકો વિસા તથા મુસાફરીની મંજૂરી મેળવે ત્યાર બાદ તેઓ ફ્લાઇટની ટિકીટ બુક કરાવે તેવી સલાહ છે.
માતા-પિતાની ઓસ્ટ્રેલિયા મુસાફરીનો આધાર જે-તે રાજ્ય તથા ટેરીટરી તથા તેમની ક્વોરન્ટાઇનની જરૂરીયાતોને આધારીત છે.
ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયા રાજ્યએ રસીના બંને ડોઝ મેળવી લેનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે હોટલ ક્વોરન્ટાઇનનો નિયમ હટાવી દીધો છે. જ્યારે, અન્ય રાજ્યો તથા ટેરીટરી આ વિચાર પર કાર્ય કરી રહી છે, તેમ રેબેક્કાએ જણાવ્યું હતું.