ઓસ્ટ્રેલિયામાં ટોલ રોડ ઓપરેટર હોવાનો ખોટો દાવો કરીને છેતરપીંડી આચરવામાં આવતી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
જો તમને આ પ્રકારનો કોઇ મેસેજ આવે જેમાં લખ્યું હોય કે તમારા ટોલ રોલ એકાઉન્ટમાં અપૂરતું ફંડ છે અથવા તમે ટોલ રોડનો ઉપયોગ કર્યો છે અને નાણા ભરવાના બાકી છે, તો આ સંદેશ સ્કેમ હોઇ શકે છે.
Linkt નું સંચાલન Transurban દ્વારા કરવામાં આવે છે. જે ઓસ્ટ્રેલિયામાં ટોલ રોડના નાણા મેળવવાની જવાબદારી સંભાળે છે.
સ્કેમ સંદેશ કોઇ અજાણ્યા નંબર દ્વારા મોકલવામાં આવ્યો હોય છે અને તેમાં ‘Linkt’ શબ્દ લખીને તે કાયદેસર હોવાનો દાવો કરવામાં આવે છે.
સંદેશમાં એક લિંક આપવામાં આવે છે જેની પર ક્લિક કરીને બાકી રહેલા નાણાની ચૂકણવી કરવા જણાવાય છે.
પરંતુ, તે લિંક નકલી હોય છે અને તેના દ્વારા વ્યક્તિગત વિગતો તથા નાણાકિય માહિતી મેળવી લેવામાં આવે છે.
Source: AAP / AAP/DEAN LEWINS
જો તમને ટોલની બાકી રહેલી ચૂકવણી અંગે કોઇ શંકા હોય તો તમે Linkt વેબસાઇટ પર તમારા એકાઉન્ટમાં જઇને તાજી વિગતો મેળવી શકો છો.
Linkt ની વેબસાઇટ પર આ પ્રકારની છેતરપીંડી અંગે વધુ જાણકારી આપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયન કમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશને જણાવ્યું હતું કે, વર્ષ 2021માં 4.3 મિલિયન ડોલરની છેતરપીંડી કરવામાં આવી હતી.
જે વર્ષ 2022માં વધીને 24.6 મિલિયન જેટલી થઇ ગઇ છે.
માં પ્રસિદ્ધ રીપોર્ટ પ્રમાણે, સંસ્થાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્કેમવોચને સોશિયલ મીડિયા, ઇમેલ તથા સંદેશ દ્વારા છેતરપીંડીની જાણકારી છે અને વર્ષ 2022માં 74,500 જેટલી ફરિયાદો નોંધાઇ છે.
છેતરપીંડીને લગતી ફરિયાદ નોંધાવવા માટે સ્કેમવોચની મુલાકાત લો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.