વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં રહેતા ભારતીયમૂળના પરિવારને દેશનિકાલનો ખતરો પેદા થયો છે.
મળતી માહિતી પ્રમાણે, તેમના બાળકને ડાઉન સિન્ડ્રોમની પરિસ્થિતિ છે. આ પરિવાર હાલમાં કેન્દ્રીય ઇમિગ્રેશન મંત્રી એન્ડ્ર્યુ જાઇલ્સને આ કેસમાં હસ્તક્ષેપ કરવા માટે ભલામણ કરી રહ્યો છે.
અનીશ કોલ્લીક્કારા અને ક્રિષ્ના અનીશ પાસે ઓસ્ટ્રેલિયા છોડવા માટે 2 અઠવાડિયાથી પણ ઓછો સમય છે. તેમની પર્મેનન્ટ રેસીડન્સીની અરજી રદ થયા બાદ તેમને આ સમય આપવામાં આવ્યો હતો.
તેમના 10 વર્ષીય બાળક આર્યનની પરિસ્થિતિના કારણે સરકારે આ નિર્ણય લીધો હતો.
ભારતીયમૂળનું દંપત્તિ છેલ્લા 7 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે. તેમના બાળકો 10 વર્ષીય આર્યન તથા 8 વર્ષીય આર્યશ્રીએ મોટાભાગનો સમય ઓસ્ટ્રેલિયામાં પસાર કર્યો છે.
SBS News સાથે વાત કરતા અનીશે જણાવ્યું હતું કે, તેમણે હજી આ મુદ્દે તેમની દિકરીને કંઇ જણાવ્યું નથી. તેના ભાઇના કારણે તેણે દેશ છોડવો પડશે તો તેની આર્યશ્રી પર કેવી અસર થશે તે વિશે અમે અજાણ છીએ.
દંપત્તિએ પર્મેનન્ટ રેસીડન્સી માટે ફેબ્રુઆરી 2020માં અરજી કરી હતી. અને વર્ષ 2021ની મધ્યમાં તેમની અરજી રદ કરવામાં આવી હતી.
તેમની અંતિમ અરજી ગયા મહિને રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને દેશ છોડવા માટે 35 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.
દંપત્તિએ ગયા મહિને કેન્દ્રીય ઇમિગ્રેશન મંત્રી એન્ડ્ર્યુ જાઇલ્સને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી. કેન્દ્રીય ઇમિગ્રેશન મંત્રી પાસે આ મામલે હસ્તક્ષેપ કરવાનો અધિકાર હોય છે,
ઉલ્લેખનીય છે કે લેબર સરકારે અગાઉ બિલોયેલા સ્થિત પરિવારના મામલામાં આ પ્રકારે હસ્તક્ષેપ કર્યો હતો.
Immigration Miniser Andrew Giles is being urged to intervene in the case. Source: AAP
તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી ક્લેર ઓ-નીલે ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન પ્રણાલીમાં ફેરફાર કરી વધુ પ્રતિભા ધરાવતા માઇગ્રન્ટ્સને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.
દંપત્તિ વર્ષ 2016માં સ્ટુડન્ટ વિસા પર ઓસ્ટ્રેલિયા આવ્યું હતું અને તેઓ દક્ષિણ ભારતના વતની છે. જો તેમનો દેશનિકાલ થશે તો તેમના પુત્ર સાથે કેવું વર્તન થશે તેનાથી ક્રિષ્ના ચિંતિત છે.
તેથી જ તેમણે આ મામલે હસ્તક્ષેપ કરવા માટે મંત્રીને અપીલ કરી છે. તેઓ જણાવે છે કે અમે દેશના અર્થતંત્ર તથા સમુદાય માટે સકારાત્મક કાર્ય કરીએ છીએ.
હોમ અફેર્સ વિભાગનો સંપર્ક કરવામાં આવતા પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મંત્રી જાઇલ્સે વ્યક્તિગત કેસ અંગે ટીપ્પણી કરી નથી. પરંતુ, તેઓ આ મામલાથી અવગત છે.
The couple has been living in Australia for seven years, and work in highly skilled industries. Source: Supplied
દેશ પર કેવી રીતે ભારણ વધે?
પીપલ વીથ ડિસેબિલિટી ઓસ્ટ્રેલિયાના ટ્રેઝરર સુરેશ રાજન આ પરિવારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, માનવતાને નાણા સાથે સરખાવી ન શકાય, જો આ બાળક દેશમાં ટેક્સ ભરતા લોકો પર ભારણરૂપ હોય તો માનવતા નથી. તેમણે તેમણે SBS News ને જણાવ્યું હતું.
રાજન જણાવી રહ્યા છે કે, હોમ અફેર્સ વિભાગે આગામી દસ વર્ષમાં આર્યનના આરોગ્ય તથા તેના સ્કૂલના ખર્ચને 600,000 ડોલર જેટલો આંક્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ દંપત્તિ આગામી 10 વર્ષમાં 664,000 ડોલર જેટલો ટેક્સ ભરશે. મતલબ કે, ટેક્સ ભરનારા અન્ય લોકો પર તેનું ભારણ નથી.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.