શું તમે ઓપન બેન્કિંગ માટે તૈયાર છો?

Businessman touching dollar signs on virtual screen.

Source: Getty Images/hocus-focus

1લી જુલાઇ 2019થી ઓસ્ટ્રેલિયાની મોટી બેન્કોએ ઓપન બેન્કિંગ અમલમાં લાવવાની શરૂઆત કરી દીધી છે. જોકે, આગામી સમયમાં આ પદ્ધતિમાં ઘણા સુધારા થઇ શકે તેવી શક્યતા છે. આવો જાણિએ, ઓપન બેન્કિંગ શું છે અને તે ઓસ્ટ્રેલિયાના નાગરિકોને કેવી રીતે અસર કરશે.


ઓપન બેન્કિંગને સામાન્ય ભાષામાં સમજો.

ઓપન બેન્કિંગ એ એક પ્રકારનું પ્લેટફોર્મ છે કે જેમાં ગ્રાહકો તેમની તમામ બેન્કોની માહિતી એક જ પ્લેટફોર્મ પર સાચવી શકશે. અને, ગ્રાહકોની અંગેની તમામ માહિતી અન્ય બેન્કોને પણ જોવા મળશે.

આ પદ્ધતિ અમલમાં આવવાના કારણે બેન્ક પણ તેમના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ સારી ઓફર અને સર્વિસ પૂરી પાડી શકશે.

ઓપન બેન્કિંગની ટાઇમલાઇન

2017ના કેન્દ્રીય બજેટમાં ઓપન બેન્કિંગ પદ્ધતિ અમલમાં લાવવા માટે ચર્ચા શરૂ કરવામાં આવી હતી. મોર્ગેજ – લોન, ક્રેડીટ કાર્ડ કે અન્ય કોઇ બેન્કિંગ સુવિધા મેળવતા ગ્રાહકોને ફાયદો થાય તે માટે ફેબ્રુઆરી 2018માં ફેરલ રીવ્યુ - રીપોર્ટ રિલીઝ થયો અને સરકારે 1લી જુલાઇ 2019થી ઓપન બેન્કિંગ અમલમાં લાવવા અંગે નક્કી કર્યું હતું.
  • 1લી જુલાઇ 2019થી દેશની ચાર મોટી બેન્કો તેમના ખાતેદારોની માહિતીઓ ઓપન બેન્કના પ્લેટફોર્મ પર મૂકી રહ્યા છે.
  • 1લી ફેબ્રુઆરી 2020 સુધીમાં, ચારેય બેન્કોએ તેમની પાસેથી લોન લેનાર ગ્રાહકોની તમામ માહિતીઓ ઓપન બેન્કિંગ પ્લેટફોર્મ પર મૂકવી પડશે.
  • જુલાઇ 2021થી ઓસ્ટ્રેલિયાની તમામ બેન્કોએ પોતાના તમામ ગ્રાહકોની સંપૂર્ણ માહિતી ઓપન બેન્કિંગ પ્લેટફોર્મ પર મૂકવી પડશે.
  • જુલાઇ 2021 બાદથી બેન્કની વિવિધ સેવાનો લાભ લેવા માટે ગ્રાહકોએ કોઇ પણ પ્રકારના દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નહીં પડે. તમામ માહિતી ઓપન બેન્કના માધ્યમ પરથી મેળવી શકાશે.

ગ્રાહકોને કેવી રીતે ઉપયોગી

કેન્દ્રીય સરકારે ગ્રાહકોને સરળતા રહે તે માટે મે 2018માં ફેરલ રીવ્યુના રીપોર્ટને મંજૂરી આપી હતી. ઓપન બેન્કિંગ અમલમાં આવવાના કારણે....

  • ગ્રાહક એક જ પ્લેટફોર્મ દ્વારા તેના તમામ બેન્કોના ખાતાની માહિતી મેળવી શકશે.
  • ગ્રાહકની તમામ માહિતી એક જ જગ્યાએથી મળતી હોવાથી બેન્ક ગ્રાહકને વધુ સારી ઓફર આપી શકે છે. જેથી ગ્રાહક પાસે જે-તે બેન્કની સેવાનો લાભ લેવાની તક રહેશે.

ઓપન બેન્કિંગ બેન્કને કેવી રીતે અસર કરશે

બેન્ક ક્યારેય તેમના ગ્રાહકની માહિતી અન્ય બેન્ક સાથે વહેંચવા માંગતી નહોતી જેના કારણે ગ્રાહકોએ અન્ય બેન્કોની સારી ઓફરનો લાભ મેળવવાથી વંચિત રહેવું પડતું હતું. પરંતુ હવે ઓપન બેન્કિંગ અમલમાં આવવાના કારણે બેન્ક તેમના વર્તમાન ગ્રાહકોની માહિતીનો ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત, અન્ય બેન્કના ગ્રાહકોને પણ તેમની જરૂરિયાત પ્રમાણે યોગ્ય ઓફરનો લાભ આપી પોતાની સેવાઓનો ઉપયોગ કરવાની તક પૂરી પાડી શકે છે.

ગ્રાહકોની અંગત માહિતીનો ઉપયોગ

ઓપન બેન્કિંગ પદ્ધતિ અમલમાં આવવાના કારણે ગ્રાહકોની અંગત માહિતી બેન્ક તથા વિવિધ સર્વિસ પૂરી પાડતી કંપનીઓ સુધી પ્રસરી શકે છે. ગ્રાહકોએ ઓપન બેન્કિંગનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો.....

  • બેન્ક ગ્રાહકની તમામ માહિતી અન્ય કંપનીઓને વેચી શકે છે એટલે કોઇ પણ બેન્ક તરફથી આવતા ઇ-મેલને સાઇન કરતા પહેલા વાંચી લેવો.
  • ગ્રાહકોએ ડેટા સિક્યોરિટીનું ધ્યાન રાખવું જોઇએ, મોબાઇલ પર એકાઉન્ટ બનાવતી વખતે યોગ્ય પાસવર્ડ સેટ કરવા.
  • બેન્કની ઓપન બેન્કિંગ સિસ્ટમ વધુ મૂંઝવણભરી હોવાથી ગ્રાહકોની ગોપનીયતા, પ્રાઇવસી જોખમાઇ શકે તેવી શક્યતા છે તેથી આ પરિસ્થિતિમાં એકાઉટન્ટની સલાહ લેવી વધુ હિતાવહ છે.
Listen to every Wednesday and Friday at 4 pm. 


Share