ઓસ્ટ્રેલિયામાં સાપ કે કરોળિયો કરડે તો તાત્કાલિક કેવા પગલાં લેશો

warning sign.jpg

Even for suspected snakebites, you must seek immediate medical attention. Credit: Getty Images/Nigel Killeen

ઓસ્ટ્રેલિયામાં ઝેરી જીવજંતુઓ અને સરીસૃપો મોટી સંખ્યામાં જોવા મળે છે. જો તેઓ કરડે તો કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ થઇ શકે છે. સાપ અને કરોળિયો કરડે તો શું ન કરવું અને તાત્કાલિક કેવાં પગલાં લેવા તે વિશે સેટલમેન્ટ ગાઇડમાં માહિતી મેળવો.


હાઇલાઇટ્સ
  • કાળા રંગનો મોટો કરોળિયો કરડે તો તાત્કાલિક આરોગ્યલક્ષી સારવાર મેળવવી જરૂરી છે.
  • કોઇ પણ સાપ કરડે તો જીવને જોખમની શક્યતા ગણીને ઇલાજ કરવો જોઇએ.
  • તમે સાપ કે ઝેરી જીવજંતુ કરડે તો રીજનલ ઓસ્ટ્રેલિયા સહિત દેશના કોઇ પણ વિસ્તારમાં આરોગ્ય સેવા મેળવી શકો છો.
સાપ કે કરોળિયો કરડે તેવી પરિસ્થિતિમાં ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા
  • funnel-web નામની પ્રજાતિના કરોળિયા ઝેરી હોવાથી તાત્કાલિક સારવાર મેળવવી જરૂરી છે.
  • રેડબેક કરોળિયો કરડે તો તેના લક્ષણો પર ધ્યાન રાખી તબીબી સારવાર મેળવવી જોઇએ.
  • અંતરિયાળ વિસ્તારમાં ઇમર્જન્સી સેવા માટે Royal Flying Doctor Service નો 1300 69 7337 પર સંપર્ક કરી શકાય.
  • સર્પદંશની દરેક ઘટનાને ઝેર ફેલાવાની શક્યતા ધારીને જ તેનો ઇલાજ કરવો જોઇએ.
  • સર્પદંશ થયો હોય તે ભાગ પર ભારપૂર્વક દબાણ આપો, ત્યાર બાદ તેને પટ્ટી કે કપડાંથી એટલો મજબૂત રીતે બાંધો કે શરીરમાં અન્ય ભાગો સુધી લોહીનું ભ્રમણ ન થાય. અને ત્યાર બાદ ત્રીપલ ઝીરો (000) પર સંપર્ક કરો.
  • Poisons Information centre helpline નો 13 11 26 પર સંપર્ક કરો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: 
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share