નિવૃત્ત થયેલા કર્મચારીઓ
- છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્યને લગતી સેવાઓમાંથી નિવૃત્ત થનારા ડોક્ટર્સ, નર્સ, ફાર્માસિસ્ટ અને મિડવાઇફ્સને કોરોનાવાઇરસ સામેની લડતમાં ફરીથી કામમાં લેવાનો નિર્ણય લેવાયો છે.
- આ રજીસ્ટર 12 મહિના સુધી કાર્યરત રહેશે
- યોગ્ય અનુભવ અને ક્વોલિફીકેશન ધરાવનારા કર્મચારીઓ જ ફરીથી આ સર્વિસમાં જોડાઇ શકશે.
- 6 એપ્રિલથી આ સબ – રજીસ્ટર શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
નર્સ માટે ઓનલાઇન કોર્સ
- ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે (ICU) માં નર્સની મદદ મળી રહે તે માટે દેશની 20,000 નર્સોને સરકારી ખર્ચે ઓનલાઇન કોર્સ કરાવાશે.
- જે નર્સ હાલમાં કાર્યરત નથી તેમને ફરીથી વર્કફોર્સમાં સામેલ કરવા માટે સરકાર 10,000 રીફ્રેશર કોર્સ માટે પણ ફંડ આપશે.
મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
- ન્યૂ સાઉથ વેલ્સ સરકાર યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો આરોગ્ય સેવામાં ભરતી કરશે.
- વિદ્યાર્થીઓને એડમિશન, ડીસ્ચાર્જ, ટેસ્ટ તથા અન્ય સહાયક કાર્યો કરવાનું જણાવાશે.
- આ નિર્ણયનો લાભ અઠવાડિયાના 20 કલાક નોકરી કરવાની પરવાનગી ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને થશે.