બુશફાયર સાથે સંકળાયેલી કેટલીક બાબતો...
- વર્તમાન સિઝનમાં થયેલા બુશફાયરે વર્ષ 2009ના બ્લેક સેટર ડે બુશફાયર કરતા પણ 15 ગણી વધારે જમીન આવરી લીધી છે.
- 8મી નવેમ્બર 2019થી અત્યાર સુધીમાં ઇન્સ્યોરન્સ કંપનીઓએ બુશફાયર લીધે થયેલા નુકસાનની 14 હજાર જેટલી ફરિયાદો મેળવી છે. જેમાં કુલ નુકસાન 1.34 બિલીયન ડોલર જેટલું આંકવામાં આવ્યું છે.
- આગની શક્યતા ધરાવતા વિસ્તારોમાં પ્રવાસીઓના 100 ટકા બુકિંગ્સ રદ કરવામાં આવ્યા છે. જેના કારણે આ વર્ષે 1 લિબીયન ડોલર જેટલું નુકસાન થયું છે.
- મોટાભાગના લોકો હવે આગની સંભાવના ધરાવતા વિસ્તારોમાં ફરીથી સ્થાયી થવાની ઇચ્છા ધરાવતા નથી.