ગુજરાતી શેફ દ્વારા વધેલી રસોઈનો સદુપયોગ કરી ભૂખમરી ભગાડવાની ઝુંબેશ

Chef Aanal Kotak on Hunger free campaign

Source: Supplied

શેફ આનલ કોટકના નવા રેસ્ટોરંન્ટના ઉદ્ઘાટનમાં કોઈ સેલિબ્રિટિ નહિ પણ આસપાસના ગરીબ બાળકો મુખ્ય મહેમાન હતા. આ જ વિચારને તેઓ હવે હંગર ફ્રી કેમ્પૈનને નામે આગળ વધારી રહ્યા છે.


ઘરમાં મોટો પ્રસંગ હોય કે રેસ્ટોરંન્ટમાં રોજ બનતી વિવિધ વાનગીઓ, મોટા પાયે રસોઈ થાય અને દિવસને અંતે કેટલીય વપરાયા વગરની રહી જાય. તો બીજી બાજુ કેટલાય લોકો ભૂખ્યા પેટે સુઈ જાય, આ બંને છેડા ભેગા કરી શેફ આનલ કોટકે શહેર, દેશ અને દુનિયાને ભૂખમરીથી મુક્ત કરવાનું બીડું ઝડપ્યું છે. આનલ SBS Gujarati સાથે વહેંચી રહ્યા છે હંગર ફ્રી કેમ્પૈનની વિગતો. 


Share