ઇમિગ્રેશન અને હાઉસિંગની કિંમતો વધી રહી છે ત્યારે, માઇગ્રેશનને હાઉસિંગની કટોકટી માટે જવાબદાર હોવાનું ગણાય છે. પરંતુ, તજજ્ઞો જણાવે છે કે એ એટલું સરળ નથી.
ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી ખાતે ઇમિરિટ્સ પ્રોફેસર ઓફ ડેમોગ્રાફી તરીકે સેવા આપતા પીટર મેકડોનાલ્ડે SBS Examines ને જણાવ્યું હતું કે આ વલણ ધ્યાન ભટકાવનારું છે.
જ્યારે તજજ્ઞો અને રાજકારણીઓ હાઉસિંગ માર્કેટના તમામ પ્રશ્નો માટે ઉંચા ઇમિગ્રેશનને કારણ ગણે છે. ત્યારે તેઓ હાઉસિંગની કટોકટીના પ્રશ્નનું નિરાકરણ લાવવાની પોલિસીના મોટા ભાગની બાબતોથી ધ્યાન ભટકાવી રહ્યા છે
This episode of SBS Examines looks at the drivers of rising housing prices, and the impact of blaming migrants for the crisis.