કેટલાક ખાદ્યપદાર્થો કે જે શ્રેષ્ઠ અને શક્તિશાળી મગજ વિકસાવવા માટે મહત્વપૂર્ણ છે.
લીલા અને પાંદડાવાળા શાકભાજી
પાંદડાવાળા શાકભાજી જેમ કે કોબીજ, પાલક, બ્રોકલી જેવા શાકભાજી મગજને વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ તમામ શાકભાજીમાંથી વિટામીન – કે, લ્યુટીન, ફોલેટ અને કેરોટીન જેવા અન્ય પોષકતત્વો પ્રાપ્ત થાય છે.
ફેટી ફિશ – ઓઇલી ફિશ
ફેટી ફિશમાંથી ઓમેગા – 3 ફેટી એસિડ નામનું તત્વ રહેલું હોય છે. જો તમે માછલી ખાવી પસંદ ન કરતા હોય તો તમારા ડોક્ટરને ઓમેગા – 3 તત્વ લેવા અંગે પૂછવું જોઇએ અથવા અળસીના બીજ, એવોકાડોસ અથવા અખરોટ આરોગવી જોઇએ.
બેરી
ફ્લેવોનોઇડ્સ કે જેના દ્વારા બેરી સમૂહના વિવિધ ફળોને રંગદ્રવ્યો પ્રાપ્ત થાય છે, તે આરોગવાથી યાદશક્તિ વધે છે. વર્ષ 2012માં હાર્વર્ડની બ્રિગહામ એન્ડ વિમેન્સ હોસ્પિટલના સંશોધકોએ એનલ્સ ઓફ ન્યૂરોલોજીમાં એક રીસર્સ રજૂ કર્યું હતું જેમાં જોવા મળ્યું હતું કે જે સ્ત્રીઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વખત સ્ટ્રોબેરી અથવા બ્લૂબેરી આરોગી હતી તેમની યાદશક્તિમાં ઘણો વધારો જોવા મળ્યો હતો.
ચા અને કોફી
સવારના પહોરમાં ચા અથવા કોફી પીવાના અન્ય પણ ઘણા લાભ છે. વર્ષ 2014માં ધ જનરલ ઓફ ન્યૂટ્રીશીયનમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક પેપરમાં જણાવવામાં આવ્યું હતું કે સંશોધનમાં ભાગ લેનારા લોકોએ કેફીનું સેવન કર્યું અને ત્યાર બાદ માનસિક ચેતના પર કરવામાં આવેલા પરીક્ષણમાં તેમણે વધુ સારું પ્રદર્શન કર્યું હતું.
કેફીનથી યાદશક્તિ વધે તેવું પણ જાણવા મળ્યું હતું. આ ઉપરાંત જ્હોન્સ હોપકીન્સ યુનિવર્સિટીના સંશોધકોએ પરીક્ષણમાં ભાગ લેનારા લોકોને કેટલીક તસવીરો દર્શાવીને તેમને 200 મિલીગ્રામ કેફીનનું સેવન કરવા જણાવ્યું હતું. બીજા દિવસે તેમને તસવીરો દર્શાવવામાં આવી તો તેમણે તેને યોગ્ય રીતે ઓળખી લીધી હતી.
અખરોટ
અખરોટ કે અન્ય પ્રકારના સૂકામેવા ખાવા આરોગવાથી પ્રોટીન, ફેટ મળે છે. અને તેઓ યાદશક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. વર્ષ 2015માં યુસીએલએ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે અખરોટના સેવનથી યાદશક્તિ વધે છે. તેમાં ઓમેગા – 3 ફેટી એસિડ રહેલું હોય છે. જે બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ ઘટાડવા ઉપરાંત, ધમનીઓનું રક્ષણ કરે છે. અને, તેનાથી હ્દય અને મગજને ફાયદો થાય છે.