નાની – મોટી શરદીમાં એન્ટીબાયોટિક્સ લેવી હિતાવહ નથી
ગળામાં દુખાવાની સાથે ઉધરસ આવવી, નાક ગળવું અને અવાજ ભારે થઇ જવો વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો છે. વાઇરલ ઇન્ફેક્શનના કારણે જો ગળામાં દુખે તો એન્ટીબાયોટિક્સ લેવાનું ટાળવું જોઇએ. લગભગ એક અઠવાડિયામાં તે મટી જાય છે.
જયારે ગળામાં દુખાવા સાથે તાવ આવવો, કાકડા સુઝી જવા, ખોરાક - પાણી ગળે ઉતરતા દુખાવો થવો અને મોઢામાં લાલ ચાંદા પડવા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લક્ષણો છે.
તમામ લક્ષણો એક સાથે જોવા મળે ત્યારે જ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું ગણી શકાય. નહીં તો, તે સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન હોઇ શકે.
કઇ ઉંમરમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન વધુ જોવા મળે: 3થી 14 વર્ષના બાળકોમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન વધુ જોવા મળે છે જ્યારે 14થી વધુ વર્ષની ઉંમરની વ્યક્તિમાં આ ઇન્ફેક્શનનું પ્રમાણ ઓછું છે.
વધારે એન્ટીબાયોટિક્સની આડઅસર: નાની બિમારી કે વાઇરલ ઇન્ફેક્શનના સમયમાં પણ જો કોઇ દર્દીએ વારંવાર એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કર્યો હશે તો કોઇ ગંભીર બિમારીના સમયે દવાની તેના શરીર પર કોઇ અસર થતી નથી.
દવા – પાણી હિતાવહ: વાઇરલ ઇન્ફેક્શનના કારણે શરદી – ઉધરસ થયા હોય તો પેઇન કિલર્સ કે સામાન્ય દવા અને વધુ પ્રમાણમાં પાણી પીવાથી શરદી – ઉધરસ મટી શકે છે. એન્ટીબાયોટિક્સના બદલે દિવસમાં 8 પેનાડોલ લેવી પણ હિતાવહ છે.
More stories on SBS Gujarati
વિશ્વની નદીઓમાં ફેલાઈ રહેલું જોખમી પ્રદૂષણ