રમઝાન અને ઇદ શું છે અને ઓસ્ટ્રેલિયામાં તેની કેવી રીતે ઉજવણી થાય છે?

Lantern With Moon Symbol And Mosque Shape Background. Ramadan Kareem And Islamic New Year Concept.

What are Ramadan and Eid and how are they celebrated in Australia?Play10:34 Credit: Songyuth Unkong / EyeEm/Getty Images

ઓસ્ટ્રેલિયામાં રહેતા તથા વિશ્વભરના મુસ્લિમ અનુયાયીઓ રમઝાનના પવિત્ર મહિનામાં ઉપવાસ કરશે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં આપણે પવિત્ર મહિનાના ધાર્મિક મહત્વ વિશે જાણિશું.


Key Points
  • રમઝાન ઇસ્લામ ધર્મમાં સૌથી પવિત્ર મહિનો છે અને તંદુરસ્ત મુસ્લિમો પ્રભાતથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરે છે.
  • પવિત્ર રમઝાન મહિનો સમાપ્ત થયા બાદ 3 દિવસ સુધી ઇદ – અલ – ફિત્રની ઉજવણી થાય છે.
  • ઓસ્ટ્રેલિયામાં મુસ્લિમ લોકો વિવિધ રીતે ઇદની ઉજવણી કરે છે.
ઓસ્ટ્રેલિયા બહુસાંસ્કૃતિક દેશ છે અને અહીં મોટા પ્રમાણમાં મુસ્લિમ ધર્મ પાળતા લોકો વસે છે.

જો તમે કોઇ શહેર કે મોટા નગરમાં રહેતા હોવ તો તમારા ક્યારેક કોઇ મિત્ર, સહકર્મચારી મુસ્લિમ હોય તેવું બની શકે છે.

એકબીજાના ધર્મ તથા સંસ્કૃતિને સમજવી અને તેમની ઉજવણી કરવી એ બહુસાંસ્કૃતિક સમાજનો મૂળભૂત ખ્યાલ છે.

ઓસ્ટ્રેલિયા તથા વિશ્વના અન્ય દેશોમાં રમઝાન મહિના દરમિયાન મુસ્લિમ ધર્મ પાળતા લોકો ઉપવાસ કરે છે. જે અંતર્ગત, મહિના સુધી તેઓ ઉપવાસ તથા ધાર્મિક પ્રવૃત્તિ કરે છે. અને, તેનું ઇસ્લામ સંસ્કૃતિમાં આગવું મહત્વ રહેલું છે.
Man praying in the sunset (Pixabay).jpg
The Islamic Hijri calendar, is based on the cycles of the moon around the Earth. Credit: Pixabay

રમઝાન શું છે?

રમઝાન ઇસ્લામિક લૂનાર કેલેન્ડરનો નવમો મહિનો છે. તંદુરસ્ત વયસ્ક લોકો પ્રભાતથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરે છે.

પ્રોફેસર ઝુલેહા કેસકીન મેલ્બર્નની ચાર્લ્સ સ્ટર્ટ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર ઇસ્લામિક સ્ટડીસ એન્ડ સિવીલાઇઝેશન વિભાગમાં એસોસિયેટ હેડ તરીકે કાર્ય કરે છે.

મુસ્લિમ કેલેન્ડરમાં રમઝાન મહિનો પવિત્ર મહિના તરીકે ગણાય છે.
પ્રોફેસર ઝુલેહા કેસકીન, મેલ્બર્નની ચાર્લ્સ સ્ટર્ટ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર ઇસ્લામિક સ્ટડીસ એન્ડ સિવીલાઇઝેશન વિભાગમાં એસોસિયેટ હેડ
ઇસ્લામિક કેલેન્ડર, હિજરી કેલેન્ડર તરીકે પણ જાણિતું છે. તે ચંદ્રની પૃથ્વી સાથેની પ્રદક્ષિણા પર આધારીત છે.

તે સોલર યર કરતા 10થી 12 દિવસ નાનું હોવાના કારણે ઇસ્લામ ધર્મના તહેવારોની તારીખ પણ બદલાતી રહે છે.

મતલબ કે, દર વર્ષે રમઝાન મહિનાની શરૂઆત અલગ અલગ તારીખે થાય છે.

આ વર્ષે પવિત્ર રમઝાન મહિનો 12 માર્ચથી શરૂ થઇ રહ્યો છે.
Fasting
A meal with loved ones during Ramadan Source: Getty / Getty Images Jasmin Merdan

મુસ્લિમ લોકો ઉપવાસ કેમ કરે છે?

ઉપવાસ કરવો તે ઇસ્લામના પાંચ આધારસ્તંભનો એક પાયો છે.

પાંચ આધારસ્તંત્રમાં શ્રદ્ધા, પ્રાર્થના, દાન, ઉપવાસ, હજનો સમાવેશ થાય છે.

મુસ્લિમ લોકો ધુમ્રપાન, શારીરિક સંબંધો બાંધવા, ગુસ્સો કે તકરાર કરવાથી દૂર રહે છે.

રમઝાન મહિના દરમિયાન વધુ પ્રમાણમાં પ્રાર્થના કરવામાં આવે છે. કુરાન વાંચવી તથા દાન કરવામાં આવે છે.

ઘણા મુસ્લિમ ઉપવાસ છોડ્યા બાદ મસ્જિદમાં જઇને તારાવિહ પ્રાર્થના કરે છે.

ઓસ્ટ્રેલિયાન નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર આરબ એન્ડ ઇસ્લામિક સ્ટડીસના ડીરેક્ટર પ્રોફેસર કરીમા લાચેર જણાવે છે કે રમઝાન મહિનામાં ઉપવાસ સિવાય પણ અન્ય ઘણી પ્રવૃત્તિ કરવામાં આવે છે.

તેઓ ઉમેરે છે કે ધાર્મિક દ્રષ્ટિએ આ પવિત્ર મહિનો છે. લોકો પ્રત્યે દયાભાવ રાખવાનો અને ભોજન ન મેળવી શકનારા ગરીબ લોકોની જરૂરીયાત સંતોષવાનું પણ મહત્વ રહેલું છે.

ધાર્મિક માન્યતાઓ ઉપરાંત પણ ઉપવાસ આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી છે.
કરીમા લાચેર, ઓસ્ટ્રેલિયાન નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર આરબ એન્ડ ઇસ્લામિક સ્ટડીસના ડીરેક્ટર પ્રોફેસર
Friends gathering for eating dinner together
Top view of food table of friends Source: Moment RF / Jasmin Merdan/Getty Images

ઇદ શું છે?

એક મહિના સુધી ઉપવાસ કર્યા બાદ ઇદ આવે છે.

આરબ ભાષામાં ઇદનો મતલબ તહેવાર થાય છે. ઇસ્લામિક કેલેન્ડરમાં 2 ઇદ હોય છે. એક ઇદ – અલ – ફિત્ર તથા બીજી છે ઇદ અલ અધા.

ડોક્ટર કેસકિન જણાવે છે કે ઇદ અલ ફિત્રને નાની ઇદ તરીકે ગણવામાં આવે છે. આ ઇદમાં 3 દિવસ સુધી ઉજવણી ચાલે છે.

ઇદની ઉજવણી દરમિયાન મુસ્લિમ લોકો દાન કરે છે. તેને ઝકાત અલ ફિત્ર કહેવાય છે. જેથી ગરીબ લોકો પણ તહેવારની ઉજવણી કરી શકે.
રમઝાન મહિનામાં ઉપવાસ કરવાથી ભૂખ તથા તરસનો મતલબ શું હોય છે તેની જાણ થાય છે.
પ્રોફેસર ઝુલેહા કેસકીન, મેલ્બર્નની ચાર્લ્સ સ્ટર્ટ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર ઇસ્લામિક સ્ટડીસ એન્ડ સિવીલાઇઝેશન વિભાગમાં એસોસિયેટ હેડ
પ્રોફેસર લાચેર જણાવે છે કે ઉજવણીએ એકતા તથા માફીનું પ્રતિક છે.

નવા કપડા ખરીદવા, ઘરની સાફ – સફાઇ તથા મીઠાઇ અને અન્ય વાગનીઓ બનાવીને ઇદ ઉજવાય છે.
EID AL FITR  SYDNEY
Members of the muslim community celebrate Eid al-Fitr, marking the end of the month-long fast of Ramadan with prayer at Lakemba Mosque in Sydney. Source: AAP / DEAN LEWINS/AAPIMAGE

ઓસ્ટ્રેલિયામાં મુસ્લિમ ઇદ કેવી રીતે ઉજવે છે?

ઇસ્લામિક કેલેન્ડરના 10મા મહિનાના પ્રથમ દિવસે સવારે પ્રાર્થના સાથે જ ઉજવણીની શરૂઆત થાય છે.

મોટાભાગના ઇસ્લામિક દેશોમાં ઇદ-અલ-ફિત્ર અને ઇદ-અલ-અદાના દિવસે જાહેર રજા હોય છે.

સ્થાનિક મસ્જિદ તથા સામુદાયિક કેન્દ્રોમાં જાહેર પ્રાર્થનાનું આયોજન થાય છે.

ત્યાં લોકો એકબીજાને ઇદ મુબારક કહે છે.

મુસ્લિમ લોકો એકબીજાના ઘરે જાય છે, જ્યાં તેઓ વિવિધ વાનગીઓ બનાવીને ઉજવણી કરે છે, તેમ પ્રોફેસર લાચેરે જણાવ્યું હતું.
RAMADAN EID SYDNEY
Large crowds filled the Mosque in Lakemba and lined the streets to mark the end of the holy month of Ramadan, Sydney. (AAP Image/Jane Dempster) Source: AAP / JANE DEMPSTER/AAPIMAGE
પાકિસ્તાની મૂળના ઓસ્ટ્રેલિયન અલી અવાન દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો બહુસાંસ્કૃતિક ઇદની ઉજવણીનું આયોજન કરે છે.

તેઓ જણાવે છે કે અલગ અલગ સંસ્કૃતિના મુસ્લિમ લોકોમાં ઘણો તફાવત હોય છે. ઓસ્ટ્રેલિયન મલ્ટીકલ્ચરલ ઇદ ફેસ્ટિવલના વડા તરીકે તેઓ તમામ સંસ્કૃતિના લોકોને એક જ સ્થળે ઉજવણીમાં ભેગા કરે છે.

કેટલાક લોકો અલગ પ્રકારની વાનગી બનાવે છે, ઇદના દિવસે વિવિધ પ્રકારના પોષાક ધારણ કરે છે.
ઇદના તહેવાર દરમિયાન વિવિધ પ્રકારની ઉજવણી, સંસ્કૃતિને એક જ સ્થળે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને તે જ ઓસ્ટ્રેલિયાની સુંદરતા છે.
અલી અવાન, ઓસ્ટ્રેલિયન મલ્ટિકલ્ચરલ ઇદ ફેસ્ટિવલ
પ્રોફેસર લાચેર આ બાબત સાથે સહેમત છે, તે જણાવે છે કે ઇસ્લામિક દેશની સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં ઇદની ઉજવણીમાં વૈવિધ્ય જોવા મળે છે.

તેઓ જણાવે છે કે, ઓસ્ટ્રેલિયા સ્થિત મુસ્લિમ સમુદાય સામુદાયિક કેન્દ્રો તથા સ્થાનિક મસ્જિદમાં ઉજવણી કરે છે અને વિવિધ સંસ્કૃતિના લોકો એકજૂટ થાય છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share