વિવિધ વિસા શ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો પર લાગૂ પડતા નિયમો વિશે એક નજર

Victoria 190 & 491 Visa nomination places updated

Source: SBS

જુદી-જુદી 120થી પણ વધુ વિસા શ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા મિલિયનથી પણ વધુ વિસાધારકો હાલમાં તેમના ભવિષ્યની અનિશ્ચિતતા અંગે અસમંજસમાં છે. કોરોનાવાઇરસના કારણે વિસા અંગેના કયા નિર્ણયો તેમને લાગૂ પડશે?


કોરોનાવાઇરસના સમયમાં વિવિધ વિસા શ્રેણીને લાગૂ પડતા કેટલાક નિયમો

  • તમારા વર્તમાન વિસા પૂરા થઇ જાય તે અગાઉ નવા વિસા માટે અરજી કરવી જોઇએ.
  • જો તમારા વર્તમાન વિસા પૂરા થવામાં બે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો હોય તો તમે આ શરત માફ કરવાની વિનંતી કરી શકો છો.
  • એક વખત ટ્રાવેલ પ્રતિબંધ (travel restrictions ) સમાપ્ત થઇ જશે તે પછી તમને નવા વિસા માટે અરજી કરવાનો વધારાનો સમય આપવામાં આવશે.
  • જો તમારા વિસા પૂરા થઇ ગયા છે અને તમે વિદેશમાં છો, તો તમારે નવા વિસા માટે અરજી કરવી પડશે. તમે ઓસ્ટ્રેલિયા બહાર હોવાથી તમને બ્રિઝીંગ વિસા મળશે નહીં.
  • જો તમે Australia's Visa Entitlement Verification Online (VEVO) નો વાપરી નથી શકતા તો, તમે તમારી વિસા વિશેની માહિતી ImmiAccount પરથી મેળવી શકો છો.
  • જો, તમે ટેમ્પરરી વિસાધારક છો તો www.servicesaustralia.gov.au ની મુલાકાત લઇ “વિસાધારક માટેના પેમેન્ટ્સ”ની વિગતો મેળવી શકો છો.
  • ઓસ્ટ્રેલિયાના પર્મેનન્ટ રેસીડેન્ટ્સ જો વિદેશમાં હોય તો તેઓ ઓસ્ટ્રેલિયા પરત ફરી શકે છે પરંતુ તેમને નક્કી કરવામાં આવેલી જગ્યાએ ફરજિયાત રીતે 14 દિવસ સુધી એકાંતવાસ ભોગવવો પડશે.
તમે કોરોનાવાઇરસ વિશે તમારી જ ભાષામાં તમામ સત્તાવાર માહિતી પરથી મેળવી શકો છો.  




Share