બટર ચિકનની શોધના વિવાદ વચ્ચે સ્વાદિષ્ટ પનીર બટર મસાલા બનાવવાની રેસિપી જાણો

PXL_20240204_034700523.jpg

Paneer Butter Masala. Credit: SBS Gujarati

ખૂબ જ પ્રિય ભારતીય વાનગી બટર ચિકનના કોણે બનાવી હતી તે અંગેનો કાનૂની વિવાદ દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. રેસીપીનો વિવાદ ભલે કાનૂની દાવ પેચમાં ફસાયો હોય પણ શાકાહારી સ્વાદના શોખીનો ચિકનને બદલે પનીર વાપરીને પનીર બટર મસાલા લહેજતથી માણે છે. તો આ વિવાદ સાથે પનીર બટર મસાલાની રેસિપી પણ જાણો.


સામગ્રી

૫૦૦ ગ્રામ ટામેટા ,
૧-૨ લીલા મરચા
૨-૩ લીલી એલચી
૩૦ ગ્રામ આદું લસણ ની પેસ્ટ
૨ મોટા ચમચા કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
૨૦૦ ગ્રામ પનીર
૧ વાટકી દહીં
૧ ચમચી હળદર
૧ ચમચી ધાણા જીરું પાઉડર
૧ મોટો ચમચો સરસવનું તેલ
૫૦૦ ગ્રામ બટર
૧૦૦ મી.લી ક્રીમ
૧ ચમચી કસુરી મેથી

બનાવવાની રીત

સૌ પ્રથમ ટામેટા ને કાપી તેને લીલા મરચા અને એલચી સાથે પાણીમાં લગભગ ૧૦-૧૫ મિનિટ ઉકાળો.
1
ત્યારબાદ તેને બ્લેન્ડર વડે પ્યુરી કરો.
2
ત્યારબાદ આ પ્યુરી ચાળી લો.
3
એક પેન માં બટર લઇ તેમાં આદુ લસણની પેસ્ટ નાખી સાંતળો.
4
તેમાં અડધો લાલ મરચાંનો પાઉડર અને બનાવેલી ટોમેટો પ્યૂરી ઉમેરો. લગભગ ૨૫૦ મિલી પની નાખી તેને ધીમે તાપે ઉકળવા દો.
5
આ તૈયાર થાય ત્યાં સુધી તમે પનીર ને મોટા ટુકડા માં કાપી દહીં, લાલ મરચા પાવડર , હળદર ધાણા જીરું પાઉડર અને સરસવ ના તેલ સાથે સારી રીતે મિક્સ કરી દો.
6
એક પ્લેટ માં બટર પેપર પાથરી તેના પર આ પનીર ના ટુકડા મૂકી ઓવન મ ૧૮૦ સેલ્સિયસ ટેમ્પ્રચર પર ૧૦ મિનિટ બેક કરો.
7
હવે જો ટામેટા ની ગ્રેવી ગાઢી થઈ ગઈ હોય તો તેમાં ક્રીમ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
7
ત્યાર બાદ પનીર ઉમેરો. જો તમને ખટાશ વધુ લાગે તો તમે ખાંડ કે મધ પણ ઉમેરી શકો.
8
છેલ્લે કસુરી મેથી ઉમેરી તેને સર્વ કરો.
PXL_20240204_034700523.jpg

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Audio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share