ઓસ્ટ્રેલિયાના એડિલેડ, બ્રિસબેન, કેનબેરા, મેલ્બર્ન, પર્થ અને સિડની શહેરોમાં દર અઠવાડિયે શનિવારે અથવા રવિવારે ખાસ ગુજરાતી વર્ગોનું આયોજન થાય છે. જેમાં બાળકોને ગુજરાતી કક્કો, વ્યાકરણ ઉપરાંત ભાષા વાંચતા અને લખતા શીખવવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયાભરમાં વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સ સ્વયંસેવક બનીને ગુજરાતી વર્ગોમાં પોતાની સેવાઓ આપે છે.
એડિલેડ
જીવન શિલ્પ સ્કૂલ ઓફ લેંગ્વેજીસ
ઓસ્ટ્રેલિયામાં જન્મેલા પોતાના બાળકોને માતૃભાષા ગુજરાતી સાથે જોડવા માટે એડિલેડમાં સ્થાયી થયેલા ગુજરાતી મૂળના બે માઇગ્રન્ટ્સે સ્કૂલ શરૂ કરવાનો વિચાર કર્યો. બંનેએ આ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા અને વર્ષ 2018માં ગુજરાતી શાળાની શરૂઆત કરી.
શરૂઆતમાં શાળા એક કમ્યુનિટી હોલમાં શરૂ કરવામાં આવી હતી અને તેમાં છ અલગ અલગ પ્રકારના ક્લાસ ચલાવવામાં આવતા હતા. જોકે, ત્યાર બાદ ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન સાઉથ ઓસ્ટ્રેલિયાએ માધ્યમિક શાળાનું મકાન ફાળવ્યું અને હવે ત્યાં વર્ગો યોજાય છે.
Source: The Jivan Shilp School
વિદ્યાર્થીઓ : અંદાજે 100
ગુજરાતી વર્ગો માટેનું સરનામું :
ચાર્લ્સ કેમ્પબેલ કોલેજ, 2 કેમ્પબેલ રોડ, પેરેડાઇસ સાઉથ ઓસ્ટ્રેલિયા
બ્રિસબેન
ORA GCQ બ્રિસબેન ગુજરાતી ગ્રામર સ્કૂલ
બ્રિસબેન ખાતેની ગુજરાતી સ્કૂલ એપ્રિલ 2018માં શરૂ કરવામાં આવી હતી. ગુજરાતી કમ્યુનિટી ક્વિન્સલેન્ડે સિડની ખાતેની ORA સિડની ગ્રામર સ્કૂલ સાથે ભાગીદારી કરીને તેમનો ગુજરાતી ભાષાનો અભ્યાસક્રમ પોતાની શાળામાં સમાવિષ્ટ કર્યો હતો. શાળા દરેક વિદ્યાર્થી પાસેથી 50 ડોલર જેટલી રકમ ફી પેટે ઉઘરાવે છે અને તેમને તમામ પ્રકારની સ્ટેશનરી અને પુસ્તકો ફાળવે છે.
વિદ્યાર્થીઓ : લેવલ 1માં લગભગ 25 વિદ્યાર્થીઓ, લેવલ 2માં 15 વિદ્યાર્થીઓ.
ગુજરાતી વર્ગો માટેનું સરનામું
હાલમાં બ્રિસબેન ખાતે ગુજરાતી ભાષાના વર્ગો સેલીસબરી ખાતેની MILCOM કોલેજમાં ચાલે છે. દર શનિવારે સવારે 10થી 12 વાગ્યા સુધી ગુજરાતી ભાષાના વર્ગો ચાલે છે.
કેનબેરા
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી – કેનબેરા ખાતે દર રવિવારે નુનાવલ પ્રાઇમરી સ્કૂલ ખાતે સાંજે 4થી 5વાગ્યા દરમિયાન ગુજરાતી શાળાના વર્ગો ચાલે છે.
મેલ્બર્ન
યોગી ડિવાઇન સોસાયટી ઓસ્ટ્રેલિયા દ્વારા ગુજરાતી બાળશાળાનું સંચાલન થાય છે. જેનો પ્રારંભ વર્ષ 2013 માં કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓ: લગભગ 10થી 15 બાળકો
Source: Supplied
ગુજરાતી વર્ગો માટેનું સરનામું
દર શનિવારે સાંજે 6.30થી 8 વાગ્યા સુધી ક્યુ વિસ્તારના યુનિટી ચર્ચ ખાતે ગુજરાતી ભાષાના વર્ગો યોજાય છે.
આ ઉપરાંત, મેલ્બર્નના પોઇન્ટ કૂક વિસ્તારમાં વિક્ટોરિયા સ્કૂલ ઓફ લેંગ્વેજીસ દ્વારા દર શનિવારે સવારે 9થી 11 વાગ્યા સુધી ગુજરાતી શાળાના વર્ગો ચાલે છે.
પર્થ
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાતી ભાષાના વર્ગો દ્વારા બાળકોને ભાષાનું જ્ઞાન અપાય છે. જેમાં બાળકોને જોડકણાં, વ્યાકરણ તથા ગુજરાતી વાંચી શકે તે માટેનું શિક્ષણ અપાય છે.
વિદ્યાર્થીઓ:
વિવિધ વિસ્તારોમાં મળીને કુલ 200 જેટલા વિદ્યાર્થીઓગુજરાતી વર્ગો માટેનું સરનામું
Source: Supplied
- પર્થમાં લેન્સડેલ, ડાયનેલા વિસ્તારમાં ગુજરાતી ભાષાના વર્ગો ચાલે છે.
- 211 માર્શલ રોડ, બેનેટ સ્પ્રિન્ગ્સ ખાતેના સ્વામીનારાયણ મંદિરમાં દર શનિવારે સવારે 9.30થી 11.30 દરમિયાન
- રિવર્ટન વિસ્તારમાં રવિવારે સવારે 12.15થી 1.30 સુધી તથા વાંગરા વિસ્તારમાં એક ધાર્મિક સંસ્થા દ્વારા દર રવિવારે ગુજરાતી ભાષાના વર્ગો યોજાય છે.
ગુજરાતી સમાજ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા દ્વારા ઓનલાઇન વેબીનાર દ્વારા ગુજરાતી ભાષાના વર્ગો શરૂ કરવાનું આયોજન કરાયું છે.
સિડની
બીએપીએસ (BAPS) ગુજરાતી ક્લાસ, સિડની
સિડની ખાતેના ગુજરાતી ભાષાના વર્ગોની શરૂઆત વર્ષ 2004માં કરવામાં આવી હતી. વર્ગોમાં છ પ્રકારના અલગ અલગ સ્તર દ્વારા શિક્ષણ અપાય છે. જેમાં ગુજરાતી કક્કો, વાંચન, લખાણ, ગુજરાતી સાંભળવું અને બોલવું, ગુજરાતી વાર્તાઓ કહેવી જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, દરેક બાળકને હોમવર્ક માટે પણ પુસ્તક આપવામાં આવે છે.
ગુજરાતી વર્ગો માટેની વાર્ષિક ફી 35 ડોલર જેટલી રાખવામાં આવી છે.
વિદ્યાર્થીઓ:
સિડનીના પશ્ચિમ ભાગ તથા મંદિર કેન્દ્ર ખાતે ચાલી વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 200 જેટલી છે.
ગુજરાતી વર્ગો માટેનું સરનામું
સિડનીમાં બીએપીએસ રોસહિલ મંદિર તથા પશ્ચિમ સિડનીના પ્લમપ્ટન હાઇસ્કૂલ ખાતે દર રવિવારે બપોરે 3થી 4.15 સુધી ગુજરાતી વર્ગો યોજાય છે. ગાંધી સેન્ટર લેંગ્વેજીસ સ્કૂલ – સિડની
Source: Supplied
સિડની ખાતેની ગાંધી સેન્ટર લેંગ્વેજીસ સ્કૂલનો પ્રારંભ 2002માં હેરિસ પાર્ક વિસ્તારથી થયો હતો અને સમયાંતરે ગુજરાતી શીખતા વિદ્યાર્થીઓમાં વધારો થતો ગયો. જૈન સમાજ સાથે સંકલન કર્યા બાદ ગુજરાતી શાળાનું આયોજન વેન્ટવર્થવીલ ગાંધી સેન્ટર ખાતેથી કરવામાં આવે છે.
શાળામાં બાળકોને ગીતો, ડાન્સ, નાટકો તથા સુપરમાર્કેટ જેવા સ્થળોની મુલાકાત કરાવીને તેમને ગુજરાતી ભાષાના શબ્દોનું જ્ઞાન આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓ:
લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓ
ORA સિડની ગુજરાતી ગ્રામર સ્કૂલ
ORA સિડની ગુજરાતી ગ્રામર સ્કૂલનો પ્રારંભ ઓમ રામેશ્વર એસોસિયેશન દ્વારા વર્ષ 2016માં થયો હતો. સિડનીમાં રહેતા ગુજરાતી મૂળના બાળકો ગુજરાતી વ્યાકરણ તથા ભાષા લખતા – વાંચતા શીખી શકે તે માટે ગુજરાતી શાળાનો પ્રારંભ કરાયો હતો.
વિદ્યાર્થીઓ:
કુલ 106 વિદ્યાર્થીઓ
ગુજરાતી વર્ગો માટેનું સરનામું:
ગુરુવારે – બંગારીબી કમ્યુનિટી રીસોર્સ હબ, બંગારીબી, સાંજે 6.30થી 8.30 વાગ્યા સુધી
શનિવારે – ગિરાવીન પબ્લિક સ્કૂલ, ગિરાવીન, સવારે 9થી 11 વાગ્યા સુધી
ન્યૂકાસલ ખાતેના ગુજરાતી વર્ગો
સિડનીના ન્યૂકાસલ ખાતે પણ ગુજરાતી વર્ગો શરૂ કરાયા છે. 8મી સપ્ટેમ્બરના રોજ શરૂ કરાયેલા વર્ગોમાં હિન્દી ભાષા પણ શીખવવામાં આવે છે.
વિદ્યાર્થીઓ
કુલ 10 વિદ્યાર્થીઓ
ગુજરાતી વર્ગો માટેનું સરનામું
રવિવારે - સવારે 10 વાગ્યે, કાર્ડિફ મંદિર, 1 આર્થર સ્ટ્રીટ, ગૌરી કુટીર રૂમ.
SBS Radio presents the to encourage and celebrate a love of learning languages in Australia.
Tell us how learning a language makes a world of difference to you and WIN!
READ MORE
બ્રિસબેનમાં શરૂ થાય છે ગુજરાતી શાળા