ઓસ્ટ્રેલિયા વર્તમાન સમયમાં તેના ઇતિહાસનો સૌથી ગંભીર બુશફાયરનો સામનો કરી રહ્યું છે. અને તેવામાં કેટલાય ફોટો પણ ક્લિક કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન બુશફાયરના સૌથી હ્દયદ્રાવક ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કરવામાં આવી રહ્યા છે.
જોકે, આ તમામ ફોટો વર્તમાન બુશફાયરના નથી. જેમાંના કેટલાક ફોટો, પોસ્ટ, નક્શા ભૂતકાળમાં આવેલા બુશફાયરના છે પરંતુ તેને વર્તમાન બુશફાયર ગણાવીને શેર કરવામાં આવી રહ્યા છે.
વર્ષ 2013માં તાસ્માનિયામાં આવેલા બુશફાયરમાં એક પરિવાર નદીમાં એક છાપરા નીચે આશરો લઇ રહ્યો છે તેવો ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. જેને વર્તમાન બુશફાયર ગણીને શેર કરવામાં આવી રહ્યો છે.એક અન્ય ફોટામાં એક બાળકી કોઆલાને લઇને ઉભી છે તે પણ નકલી છે.
Tammy Holmes is seen taking refuge with her grandchildren under a jetty as a bushfire engulfed the Tasmanian town of Dunalley in January, 2013. Source: Tim Holmes/AP
Source: Twitter
ઓસ્ટ્રેલિયાનો ફેક નક્શો પણ વાઇરલ
એક આર્ટીસ્ટ દ્વારા ઓસ્ટ્રેલિયાના વર્તમાન બુશફાયરની પરિસ્થિતીમાં દેશનો નક્શો કેવો લાગતો હશે તેવું ચિત્રણ કરવામાં આવ્યું છે જેને સોશિયલ મીડિયામાં નાસાએ ઓસ્ટ્રેલિયન બુશફાયરનો નક્શો જારી કર્યો તેમ ગણાવીને શેર કરવામાં આવ્યો છે.
અમેરિકન ગાયક રીહાન્નાએ પણ તેને ટ્વિટર પર ટ્વીટ કર્યો છે. જેના 95 મિલીયન ફોલોઅર્સ છે. અને આ પોસ્ટને 73,000 વખત રી-ટ્વિટ પણ કરવામાં આવી છે.
જોકે, ફેસબુકે તેને ખોટી માહિતી ગણાવીને અટકાવી દીધો છે.
ફોટોનું સર્જન કરનાર એન્થની હેર્સેએ જણાવ્યું હતું કે તેનો કલ્પનાજનક ફોટો આટલો વાઇરલ થશે તેની ખબર નહોતી.