વિદ્યાર્થીઓ, જરૂરિયાતમંદોને મફતમાં ફૂડ પેકેટ ઉપલબ્ધ કરાવતી સંસ્થા, રેસ્ટોરન્ટ્સની યાદી

ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં સામાજિક સંસ્થાઓ અને રેસ્ટોરન્ટ્સ કોરોનાવાઇરસના કારણે અસર પામેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને જરૂરિયાત ધરાવતા લોકોને ફૂડ પેકેટ અને કરિયાણું આપી રહ્યા છે.

Volunteers preparing food packets for needy in Adelaide.

Volunteers preparing food packets for needy in Adelaide. Source: Supplied

કોરોનાવાઇરસના કારણે ઉત્પન્ન થયેલી સમસ્યાના સમયમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, એકાંતવાસમાં રહેતા લોકો અને સિનિયર સિટીઝન્સને ઓસ્ટ્રેલિયાના જુદા જુદા શહેરોમાં કાર્યરત રેસ્ટોન્ટ્સ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એડિલેડ, બ્રિસબેન - ગોલ્ડ કોસ્ટ, મેલ્બર્ન, પર્થ અને સિડનીની વિવિધ સંસ્થાઓની યાદી...

એડિલેડ

પાટીદાર સમાજ ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા કોરોનાવાઇરસની મહામારીના સમયમાં જરૂરિયાત ધરાવતા લોકો માટે ફૂડ કિટ્સનું વિતરણ કરી રહ્યો છે.

સમાજના સ્વયંસેવકો શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઇને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદોને ફૂડ કિટ્સ વહેંચી રહ્યા છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં આ સર્વિસ દ્વારા 250 ફૂડ કિટ્સનું વિતરણ કરાઇ ચૂક્યું છે.

બ્રિસબેન - ગોલ્ડ કોસ્ટ

The Tandoori Place

ક્વિન્સલેન્ડના બ્રિસબેન સ્થિત The Tandoori Place રેસ્ટોરન્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દરરોજ સાંજે 6થી 9 વાગ્યા સુધી ફ્રી ફૂડ પેકેટ આપવામાં આવે છે.

Dosa Hut

ગોલ્ડ કોસ્ટ ખાતે આવેલી Dosa Hut રેસ્ટોરન્ટ સોમવારથી ગુરુવાર સાંજે 7થી 8 વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મફત ફૂડ પેકેટ આપે છે.
ગુજરાતી કમ્યુનિટી ઓફ ક્વિન્સલેન્ડ

ગુજરાતી કમ્યુનિટી ઓફ ક્વિન્સલેન્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ટેક અવે ડીનર, કરિયાણું, દવાઓ, ટ્રાન્સપોર્ટેશન અને વિસાની માહિતી સહિતની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. 

મેલ્બર્ન

રાજપૂત એસોસિયેશન ઓફ મેલ્બર્ન ઓસ્ટ્રેલિયા

રાજપૂત એસોસિયેશન ઓફ મેલ્બર્ન ઓસ્ટ્રેલિયા પણ કોરોનાવાઇરસના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગ્રોસરી કીટ અંતર્ગત 1 લીટર તેલ, 5 કિલો લોટ, 5 કિલો ચોખા અને વિવિધ મસાલા પૂરા પાડી રહ્યા છે, તેમ સંસ્થાના સ્વયંસેવક દીપેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું.
Representational image of volunteers preparing food for needy people.
Representational image of volunteers preparing food for needy people. Source: Supplied
પાટીદાર સમાજ ઓફ વિક્ટોરીયા

પાટીદાર સમાજ ઓફ વિક્ટોરીયાના વિરલ પટેલે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગ્રોસરી કીટ આપવામાં આવી રહી છે. જેમાં 5 કિલો ચોખા, 5 કિલો લોટ, 1 કિલો દાળ જેવી સામગ્રી આપવામાં આવી રહી છે.

પર્થ

પર્થ ખાતેની Wanneroo Pizza ની મદદથી સ્વયંસેવકોનું એક ગ્રૂપ આતંરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, નોકરી ગુમાવનારા નાગરિકો, સિનિયર સિટીઝન્સ અને એકાંતવાસમાં રહેતા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે. સ્વયંસેવકના જણાવ્યા પ્રમાણે, રવિવારે તેમણે 70 ફૂડ પેકેટ વહેંચ્યા હતા.

દાદા ભગવાન પર્થ પરિવાર

એકાંતમાં રહેતા, આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, આરોગ્ય સાથે સંકળાયેલી સેવામાં કાર્ય કરતા કર્મચારીઓને દાદા ભગવાન પર્થ પરિવાર દ્વારા ઘરે – ઘરે જઇને ફૂડ પેકેટ આપવામાં આવે છે.
Food packets are being delivered to the needy people.
Food packets are being delivered to the needy people. Source: Supplied

સિડની

Hindu Benevolent Fund અને Karma Kitchen

ઓસ્ટ્રેલિયામાં કાર્યરત સંસ્થા Hindu Benevolent Fund અને Karma Kitchen એ પણ કોરોનાવાઇરસના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન્સ અને એકાંતવાસમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાની સર્વિસ શરૂ કરી છે.

સંસ્થા તરફથી વાત કરતા સ્વયંસેવક અશ્વિની શર્માએ જણાવ્યું હતું કે જે લોકોને વસ્તુની જરૂર હોય છે તે અમને ઇમેલ મોકલી શકે છે. એક ઓનલાઇન ફોર્મ દ્વારા તેમને જરૂરિયાતની વસ્તુ પહોંચાડવામાં આવે છે.

Little India Australia – Harris Park

સિડનીના હેરિસ પાર્ક વિસ્તારમાં આવેલી સાત રેસ્ટોરન્ટ્સ ભેગા મળીને અઠવાડિયાના એક-એક દિવસ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદોને સાંજે 5થી 7 વાગ્યા સુધી નિ:શૂલ્ક ફૂડ પેકેટ ઉપલબ્ધ કરાવી રહી છે.

  • સોમવાર – Haveli
  • મંગળવાર – Taj Indian Sweets & Restaurants
  • બુધવાર – Chatkazz
  • ગુરુવાર – Punjabi Fusion
  • શુક્રવાર – Not Just Curries
  • શનિવાર – Hyderabadi House
  • રવિવાર – Billu’s
Sehaj Restaurant

સિડની સ્થિત Sehaj રેસ્ટોરન્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને દરરોજ સાંજે 5થી 7 વાગ્યા સુધી નિ:શૂલ્ક ટિફીન આપવામાં આવે છે જેમાં કરી, રાઇસ, નાન બ્રેડનો સમાવેશ થાય છે.

Vege Delight

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે Vege Delight રેસ્ટોરન્ટ્સમાં અઠવાડિયાના તમામ સાતેય દિવસ સાંજે 5થી 7 વાગ્યા સુધી ફૂડ પેકેટ આપવામાં આવે છે.
Shahi Dinning

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદોને Shahi Dinning દ્વારા સમગ્ર દિવસ દરમિયાન ફ્રી ફૂડ પેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Sarvana Bhavan

પેન્શનર્સ માટે દરરોજ સાંજે 5.30 to 6.30 વાગ્યે પેરામેટા બ્રાન્ચ ખાતે ફ્રી ફૂડ પેકેટ આપવામાં આવે છે.

** દરેક શહેરમાં અનેક ભારતીય સંગઠનો અને ગુજરાતી સંસ્થાઓ દ્વારા વોટ્સએપ ગ્રૂપ અને  ફેસબુક પેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં તમે મદદ મેળવવા તથા સ્વયંસેવક તરીકે સેવા આપવાની માહિતી મેળવી શકો છે. અમે તમામ સંસ્થાઓને આ આર્ટીકલમાં સમાવી શક્યા નથી.


Share
Published 30 March 2020 3:26pm
By Vatsal Patel


Share this with family and friends