બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરવા જતા જરૂરીયાતમંદો માટે લાખો ડોલર ઉભા કરવાનો રસ્તો મળ્યો - બિંદી શાહ

Susan Day and Bindi Shah(inset). Bindi Shah at SBS studio in Sydney Source: SBS Gujarati
સુઝન ડે અને બિંદી શાહના બાળકો એક જ સ્કૂલમાં ભણતા એટલે બંને માતાઓએ ભેગા થઇ દસ વર્ષ અગાઉ એક ગેરાજ સેલ રાખ્યું ત્યારે અંદાજે નહોતો કે તેમના આ ચેરીટી વર્કમાં કેટલા લોકો જોડાશે અને તેમને પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવશે. આજે ઓસ્ટ્રેલિયા, ભારત, આફ્રિકા, પૂર્વ તિમોર અને પાપુઆ ન્યુ ગિની જેવા દેશોમાં તેમણે એક લાખ ડોલરથી વધુની મદદ પહોંચાડી છે. તેમના આ પ્રોજેક્ટ થકી અનેક બાળકોને નાની ઉંમરથી સમાજસેવાના કાર્યો તરફ આકર્ષવામાં સફળ રહેલા બિંદી જણાવે છે કે હવે બંને બહેનપણીઓ આ કામ યુવા સ્વયંસેવકોને સોંપી દેવા માંગે છે.
Share