ઓસ્ટ્રેલિયન સરકારે બાયોસિક્યોરિટી એક્ટ 2015 અંતર્ગત કેટલાક સુધારા કરીને દેશના બાયોસિક્યોરિટી નિયમોને વધુ કડક કર્યા છે.
જે અંતર્ગત ઓસ્ટ્રેલિયાના બાયોસિક્યોરિટી જોખમોને ઓછા કરી શકાશે.
આ ઉપરાંત, ઇરાદાપૂર્વક દેશના બાયોસિક્યોરિટીના નિયમો સાથે છેડછાડ કરનારા લોકોને જંગી દંડ પણ કરી શકાશે.
જે લોકો ઓસ્ટ્રેલિયન સરકારના બાયોસિક્યોરિટીના નવા નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાશે તેમને 266,400 ડોલર સુધીનો દંડ અથવા તાત્કાલિક 4440 ડોલરનો દંડ ફટકારવામાં આવશે.
દેશના કૃષિ મંત્રી મરે વોટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા તેની સામે પ્રવર્તી રહેલા જોખમોનો મુકાબલો કરી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે, વેપાર, ક્લાઇમેટ ચેન્જ તથા પ્રાણીસૃષ્ટિ પર રોગચાળાનું પ્રમાણ વધતા દેશની બાયોસિક્યોરિટી પર પણ જોખમ વધ્યું છે.
પરંતુ, નવો નિયમ ઓસ્ટ્રેલિયાની બાયોસિક્યોરિટીને વધુ મજબૂત કરશે.
જેના કારણે 70.3 બિલિયન ડોલરનો કૃષિ ઉદ્યોગને સુરક્ષિત રાખી શકાશે.
મંત્રી વોટ્ટે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયાને બંદરો તથા એરપોર્ટ દ્વારા બાયોસિક્યોરિટીનો ખતરો રહેલો છે.

Labor Senator Murray Watt. Source: AAP
અગાઉના નિયમો પ્રમાણે, જો કોઇ વ્યક્તિ ઇરાદાપૂર્વક તેમના સામાનમાં જોખમી ચીજવસ્તુ છુપાવે તેને ગેરઇરાદાપૂર્વક વસ્તુ લાવનાર જેટલો જ દંડ કરવામાં આવતો હતો.
જે લોકો જાણીજોઇને ઓસ્ટ્રેલિયાની બાયોસિક્યોરિટી પ્રણાલીને જોખમમાં મુકશે તેમને નવા નિયમો અંતર્ગત 1200 પેનલ્ટી યુનિટ્સ અથવા 266,400 ડોલરનો દંડ કરવામાં આવશે.
અને, ઉલ્લંઘન કરવા બદલ 4440 ડોલરનો દંડ કરવામાં આવશે.
એરક્રાફ્ટ અને જહાજોનું સંચાલન કરતી સંસ્થાઓ તથા અધિકારીઓ જો નવા નિયમનું પાલન નહીં કરે તો તેમને વ્યક્તિગત 222,000 ડોલર અથવા સંસ્થાને 1.1 મિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાના કૃષિ ઉદ્યોગ, પ્રાણી સૃષ્ટિને જોખમમાં મૂકનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેમ મંત્રી વોટ્ટે જણાવ્યું હતું.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.