ગોલ્ડકોસ્ટમાં ગુજરાતી વિદ્યાર્થીએ આપી ચક્રવાત આલ્ફ્રેડના કારણે સર્જાયેલી પરિસ્થિતિની માહિતી

Cyclone Alfred.jpg

Tropical Cyclone Alfred is expected to make landfall on late on Thursday or early Friday. Credit: Rachit Gandhi

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સના ઉત્તર - પૂર્વીય વિસ્તારોમાં ચક્રવાત આલ્ફ્રેડના કારણે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે. તેવામાં, ગોલ્ડ કોસ્ટ ખાતે બોન્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા રચિત ગાંધીએ SBS Gujarati ને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

ચક્રવાત આલ્ફ્રેડ વિશે મહત્વની જાણકારી

દક્ષિણપૂર્વ ક્વીન્સલેન્ડ અને ઉત્તરપૂર્વીય ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચેના દરિયાકાંઠાના અને ટાપુ સમુદાયો માટે ચક્રવાત આલ્ફ્રેડ પર કટોકટીની તાજી માહિતી મેળવીએ.

ચક્રવાત ગુરુવારે દક્ષિણ-પૂર્વ ક્વીન્સલેન્ડ દરિયાકાંઠે પહોંચશે અને શુક્રવારે વહેલી સવારે તે કિનારાના વિસ્તારોમાં ટકરાય તેવી સંભાવના છે, સંભવત: મારુચિડોર અને કૂલંગાટ્ટા વચ્ચે તે ટકરાય તેમ લાગી રહ્યું છે.

ચક્રવાત આલ્ફ્રેડ વિનાશક પવન લાવી શકે છે. તેનાથી ભારે વરસાદ, પૂર અને અસામાન્ય રીતે ઉંચી ભરતી આવવાની પણ અપેક્ષા છે.

તોફાન અથવા પૂરના વધતા જતા પાણી, પડી ગયેલા વૃક્ષોના કારણે જો નુકસાન થયું હોય તો મદદ માટે સ્ટેટ ઇમરજન્સી સર્વિસ (એસઇએસ)ને 132 500 પર કોલ કરો.

અને જો તમે જાણતા હોવ કે લોકો આ ક્ષેત્રમાંથી સ્થળાંતર કરી રહ્યા છે, તો તેમને તાજી માહિતી મળી રહે તેની ખાતરી કરવી યોગ્ય રહેશે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share